Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

અફઘાનિસ્તાન પર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

બેંગ્લોર ખાતે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચ ભારતે આજે બીજા દિવસે જ જીતી લીધી હતી. ભારતની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૭૪ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ એક જ દિવસમાં બે વખત આઉટ થઇ હતી. રસપ્રદ બાબત એ છે કે, આજે દિવસ દરમિયાન ૨૪ વિકેટો પડી હતી. સૌથી પહેલા ભારતે બાકીની ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ બે વખત આઉટ થઇ ગઇ હતી. ભારતના ૪૭૪ના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં ૧૦૯ રન કરી અને બીજા દાવમાં ૧૦૩ રન કરીને આઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી આ ટેસ્ટ મેચમાં બે બેટ્‌સમેનોએ સદી ફટકારી હતી જેમાં મુરલી વિજયે ૧૦૫ અને શિખર ધવને ૧૦૭ રન બનાવ્યા હતા. સૌથી ઓછા ટેસ્ટ દિવસની અંદર આ ટેસ્ટ મેચ પુરી થઇ છે. આની સાથે જ એક નવો રેકોર્ડ પણ સર્જાયો છે. આ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરવા બદલ મેન ઓફ દ મેચ તરીકે શિખર ધવનની પસંદગી કરવામાં આવી હતી. ધવને ૧૯ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૦૭ રન કર્યા હતા. પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે છ વિકેટે ૩૪૭ રન કર્યા હતા. આજે ભારતે બીજા દિવસે પોતાની ઇનિંગ્સ આગળ વધારી હતી. પ્રથમ દિવસે ૯૦ ઓવરની નિર્ધારિત રમત શક્ય બની ન હતી. ભારતે તેની પ્રથમ વિકેટ ૧૬૮ રને ગુમાવી હતી તે વખતે શિખર ધવન ૯૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૧૦૭ રન કરીને આઉટ થયો હતો. રશીદ ખાને રહાણેની વિકેટ ઝડપી હતી. રહાણે ૧૦ રન કરીને આઉટ થયો હતો. રક્તપાતના કારણે અફઘાનિસ્તાનમાં ક્રિકેટને ભારે નુકસાન થયું છે. બેંગ્લોરમાં શરૂ થયેલી ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. ટેસ્ટ મેચ રમતાની સાથે જ અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટ રમનાર ૧૨મી ટીમ બની હતી. આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રાશીદ ખાન, જાદરાન, મોહમ્મદ શહેઝાદ જેવા ખેલાડી રમી રહ્યા હતા. ભારત અફઘાનિસ્તાનના ખુબ જ નજીકના સાથી દેશ તરીકે છે. બીસીસીઆઈએ પૂર્ણ મદદ કરીને તેની રાષ્ટ્રીય ટીમના અભ્યાસ માટે પોતાના સ્ટેડિયમ ખુલ્લા મુકી દીધી છે. રશીદ ખાનની બોલિંગ પર અફઘાનિસ્તાન મુખ્યરીતે આધારિત છે. હાલમાં યોજાયેલી આઇપીએલમાં રશીદ ખાનનો દેખાવ ધરખમ રહ્યો હતો. આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ચેતેશ્વર પુજારા છઠ્ઠા રેંકિંગમાં છે જ્યારે રહાણે ૧૮માં ક્રમે છે. લોકેશ રાહુલ ૧૯માં ક્રમે છે. આ ખેલાડીઓ પોતાની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે.

Related posts

सबसे छोटे कद की महिला ज्योति आमगे ने डाला वोट

aapnugujarat

मध्य प्रदेश और पंजाब में पद्मावती नहीं होगी रिलीज

aapnugujarat

સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭.૫૦ કરોડમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના રાઇટ્‌સ મેળવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1