Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭.૫૦ કરોડમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના રાઇટ્‌સ મેળવ્યાં

સ્ટાર ઇન્ડિયાએ હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ બ્રોડકાસ્ટના મીડિયા અધિકાર આખરે મેળવી લીધા છે. મીડિયા અધિકારને સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭.૫૦ કરોડમાં ખરીદી લેતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આ પહેલા આઇપીએલના મીડિયા અધિકાર સેનીની પાસે હતા. હવે વર્ષ ૨૦૧૮થી લઇને વર્ષ ૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર સ્ટાર ઇન્ડિયાની પાસે રહેશે. આઇપીએલના ભારતીય મહાદ્ધિપ અને ગ્લોબલ માર્કેટમાં બ્રોડકાસ્ટ અને ડિજિટલ બ્રોડક્કાસ્ટના આગામી પાંચ વર્ષના અધિકાર માટે આજે ભારે ઉત્સુકતા વચ્ચે બોલી લગાવવામાં આવી હતી. બોલીમાં ભાગ લેવા માટે સહમતી દર્શાવનાર કુલ ૨૪ નામ પૈકી માત્ર ૧૪ નામ જ બોલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. યાહુ, એમેઝોન અને ઇએસપીએન ડિજિટલે ભાગ લીધો ન હતો. ડિજિટલ રાઇટ્‌સ માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જિયો, એરટેલ, અને ફેસબુકો પણ બોલી લગાવી હતી. પરંતુ આખરે સ્ટાર ઇન્ડિયાએ તમામ હરિફોને પછડાટ આપીને ટીવીની સાથે સાથે બ્રોડકાસ્ટના અધિકાર મેળવી લીધા છે. આ બાબતની જાહેરાત બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી દ્વારા કરવામાં આવી હતી. આઇપીએલના મિડિયા રાઇટ્‌સ મળ્યા બાદ સ્ટાર ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરે કહ્યુ હતુ કે અમે માનીએ છીએ આઇપીએલ એક ખુબ મોટી અને શક્તિશાળી પ્રોપર્ટી બની રહી છે. તેમને લાગે છે કે ક્રિકેટ ચાહકો માટે ડિજિટસ અને ટીવીના ક્ષેત્રમાં કેટલાક પગલા લઇ શકાય છે. અમે ક્રિકેટની શક્તિ મારફતે દેશમાં રમતના વિકાસની ખાતરી કરવા માટે તૈયાર છીએ. વર્ષ ૨૦૦૮માં સોની પિકચર્સે ૮૨૦૦ કરોડમાં ૧૦ વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર ખરીદી લીધા હતા. વર્ષ ૨૦૧૫માં આઈપીએલના ગ્લોબલ ડિજિટલ અધિકારોને ૩૦૨.૨ કરોડમાં ત્રણ વર્ષ માટે નોવી ડિજિટલને આપીદેવામાં આવ્યા હતા. આઇપીએલ હવે એક શક્તિશાળી પ્રોપર્ટી બની ચુકી છે. લંચના ઇન્ટરવેલ માટે જાહેરાત કરવામાં આવે તે પહેલા આ અધિકારો મેળવી લીધા હતા. ટીવી અધિકારો માટે સ્ટાર અને સોની પિક્ચર્સ નેટવર્ક મજબૂત દાવેદાર હતા જ્યારે ડિજિટલ અધિકારો માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જીઓ, એરટેલ અને ફેસબુસ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા. એવી આગાહી પણ કરવામાં આવી હતી કે, બીસીસીઆઈ અધિકારોમાંથી કમાણી મારફતે ૨૦૦૦૦ કરોડ રૂપિયા મેળવી લેશે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું હતું કે, આઈપીએલ મિડિયા અધિકારોની હરાજીથી ઐતિહાસિક આવક ઉભી થનાર છે. સાત કેટેગરી માટે બીડ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ઇન્ડિયા ટેલિવિઝન, ઇન્ડિયા ડિજિટલ, યુએસ, યુરોપ, મેડિલઇસ્ટ, આફ્રિકા અને બાકીના દેશો માટે બીડ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૮માં સોની પિક્ચર્સે એવોર્ડ મેળવી લીધા હતા. સંભવિત કંપનીઓ દ્વારા બીડ આમંત્રિત કરવામાં આવ્યા બાદ તેમાં ચકાસણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટાર ઇન્ડિયાએ પાંચ વર્ષ માટે આઈપીએલ મિડિયા રાઇટ્‌સ મેળવી લીધા છે. બીડીંગ પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે તેને લઇને તમામ ચાહકોને વારંવાર પ્રશ્નો થતાં રહ્યા છે પરંતુ આમા મહત્વની બાબત એ છે કે, દરેક કેટેગરીમાં સૌથી ઉંચા બીડરને અધિકારો આપવામાં આવે છે. તમામ સાત કેટેગરી માટે ગ્લોબલ બીડ પણ રહે છે. આ અધિકારોની અવધિ હવે ૨૦૧૮થી લઇને ૨૦૨૨ સુધીની રહેશે. બીડ દસ્તાવેજો ૨૪ બીડરો દ્વારા મેળવવામાં આવ્યા હતા જેમાં ફેસબુક, અમેઝોન, ટિ્‌વટર, યાહૂ, રિયાલન્સ જીયો, સ્ટાર ઇન્ડિયા, સોની પિક્ચર્સ, ડિસ્કવરી, સ્કાય, બ્રિટિશ ટેલિકોમ અને ઈએસપીએન ડિજિટલ ઇન્ડિયાનો સમાવેશ થાય ચે. ભારતીય માર્કેટ માટે ટેલિવિઝન અને ડિજિટલ રાઇટ્‌સ અલગરીતે રાખવામાં આવ્યા હતા. સ્ટાર ઇન્ડિયા આઈપીએલ બ્રોડકાસ્ટિંગ રાઇટ્‌સ માટે સૌથી મજબૂત દાવેદારો પૈકીના એક તરીકે રહ્યા હતા.

Related posts

વોટરકાર્ડને આધાર સાથે જોડવાની ઈચ્છા, નવી તકનીક સાથે સાવધાની જરૂરી : સીઈસી

aapnugujarat

વોડાફોન-આઈડિયા દ્વારા ૭૨ અબજ ચુકવી દેવાયા

aapnugujarat

जैक लीच ने गुलाबी गेंद को लेकर कहा- यह अलग तरह की चुनौती होगी

editor

Leave a Comment

UA-96247877-1