Aapnu Gujarat
બિઝનેસ

સરકારી નોકર નથી આરબીઆઇ ગવર્નર : રઘુરામ રાજન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક વિસ્ફોટક મત રજૂ કરતા કહ્યું છે કે આરબીઆઇ ગવર્નર સરકારી નોકર નથી હોતો અને એને જો નોકર સમજવામાં આવતો હોય તો એ સરકારની ભુલ છે. આ વાત રઘુરામ રાજને પોતાના નવા પુસ્તક આઇ ડુ વોટ આઇ ડુના માધ્યમથી જણાવી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકારે આરબીઆઇ ગવર્નરના પદના મામલે પોતાના વલણમાં સુધાર લાવવાની જરૂર છે.રાજને જણાવ્યું છે કે આરબીઆઇ ગવર્નરના અધિકારોની કોઈ સ્પષ્ટ પરિભાષા નથી અને આ વાતનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે બ્યુરોક્રેસી સતત એની શક્તિઓને વેતરવાના પ્રયાસ કરતી રહી છે.
જોકે રાજને એમ પણ કહ્યું છે કે ગવર્નરની શક્તિના મામલે પહેલાં પણ સરકારનું વલણ આવું જ હતું જેના કારણે અર્થતંત્રમાં કેન્દ્રિય બેંકની ભૂમિકા અત્યંત નબળી પડી ગઈ છે.નોંધનીય છે કે રઘુરામ રાજનનું આ નવું પુસ્તક તેમના ભાષણ અને આર્ટિકલનું સંકલન જ છે. આ પુસ્તક પૂર્વ આરબીઆઇ ગવર્નર ડુવૂરુ સુબ્બારાવના પુસ્તકની જેમ તેમનું જીવનવૃતાંત નથી. આ પુસ્તકમાં ૨૦૦૩થી ૨૦૦૮ સુધી પદ પર રહેલા આરબીઆઇના પૂર્વ ગવર્નર વેનુગોપાલ રેડ્ડીના નિર્ણયો પાછળનું રાજકારણ પણ નથી જણાવવામાં આવ્યું.

Related posts

ઈઝરાયલ-ગાઝા યુદ્ધથી ડાયમંડ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ટેન્શન

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૮૨,૬૫૩ કરોડ ઘટી

aapnugujarat

फ्लिपकार्ट से मंगाया सोने का सिक्का : मिला खाली डिब्बा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1