Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વોડાફોન-આઈડિયા દ્વારા ૭૨ અબજ ચુકવી દેવાયા

વોડાફોન-આઈડિયા સેલ્યુલર મર્જર થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે, વોડાફોન-આઈડિયા સેલ્યુલરે ૭૨ અબજ રૂપિયા રોકડ અને બેંક ગેરંટીમાં ચુકવી દીધા છે. યાની સાથે જ મર્જરને ટુંક સમયમાં જ મંજુરી મળી જશે. ફાઈનાન્સિયલ દુવિધાને લઇને હવે કોઇ સમસ્યા રહી નથી ત્યારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મર્જરને આગામી થોડાક દિવસમાં મંજુરી આપી દેવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવેલી સ્પેક્ટ્રમ ચાર્જની માંગને લઇને હવે કોઇ દુવિધા રહી નથી. કંપનીઓએ વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જ માટે ૩૩.૨૨ અબજ રૂપિયાની બેંક ગેરંટી આપી દીધી છે. આ ઉપરાં સ્પેક્ટ્રમ માટે ૩૯.૨૬ અબજ રૂપિયા રોકડમાં આપી દીધા છે. ચુકવણી કરવામાં આવ્યા બાદ હવે વોડાફોન-આઈડિયા નામની નવી કંપની ટૂંક સમયમાં જ શરૂ થઇ શકશે અને મર્જરને મંજુરી મળી શકશે. જો કે, હજુ પણ કેટલીક દુવિધાઓ અને પડકારો રહેલા છે. કંપનીઓએ સુરક્ષા હેઠળ આ રકમ ચુકવી દીધી છે. કંપનીઓ દ્વારા દેવાની ફેર ગણતરી માટેની માંગ કરી છે પરંતુ ડોટ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિલંબને ટાળવાના હેતુસર કંપનીઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ પૂર્ણ રકમ ચુકવી દેવાનો નિર્ણય કર્યો છે. હવે કોઇપણ વિલંબ વગર બંને કંપનીઓ આગળ વધી શકશે. વોડાફોન અને આઈડિયાના ટોચના અધિકારીઓએ હાલમાં જ મિટિંગ યોજી હતી જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, હવે વિલંબ માટે કોઇ કારણ નથી. સંયુક્ત ટ્રેનિંગની શરૂઆત પણ થઇ ચુકી છે. આની સાથે જ વોડાફોન આઈડિયા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે.
વોડાફોન આઈડિયા દેશની સૌથી મોટી કંપની બનશે
મર્જરની સાથે જ વોડાફોન આઈડિયા દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે બની જશે. ૩૭.૪ ટકાની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી રહેશે. જ્યારે કસ્ટમરોની સંખ્યા ૪૩૮ મિલિયન સુધી પહોંચશે. બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવનાર મહાકાય ટેલિકોમ કંપની વોડાફોને ગયા વર્ષે માર્ચ મહિનામાં કુમાર મંગલમ બિરલાના નેતૃત્વમાં આઈડિયા સેલ્યુલર સાથે તેના ઇન્ડિયા ઓપરેશનને મર્જ કરવાની જાહેરાત કરી હતી. કંપનીઓ જુનના અંત સુધીમાં મર્જરને પૂર્ણ કરવા માટે ઇચ્છુક હતી પરંતુ આ પ્રક્રિયામાં એક મહિના સુધીનો વિલંબ પહેલાથી જ થઇ ચુક્યો છે. ડોટ દ્વારા એક સપ્તાહ અગાઉ આ બંનેના મર્જરને લીલીઝંડી આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો. ડોટે કહ્યું હતું કે જો આ બંને કંપનીઓ સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે ૭૨ અબજ રૂપિયા ચુકવી દેશે તો મર્જર આડે કોઇ તકલીફ દેખાતી નથી.
આવી સ્થિતમાં બંને કંપનીઓએ ઝડપથી સરકારની માંગ મુજબ જ નાણાં ચુકવી દીધા છે. આની સાથે જ મર્જર માટેનો માર્ગ મોકળો થયો છે. સેબી અને શેરબજાર સાથે સંબંધિત સંસ્થાઓની મંજુરી મર્જરને મળી ચુકી છે. જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશનને આગળ વધારવા માટે કંપનીઓને મંજુરી આપી હતી. જાન્યુઆરી ૨૦૧૮માં જ એનસીએલટી તરફથી પણ મંજુરી મળી ગઈ હતી. ડોટે શરતીરીતે મંજુરી આપીને અંતિમ મંજુરી માટે ૭૨ અબજ રૂપિયાની માંગ કરી હતી. આ ૭૨ અબજ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે માંગવામાં આવ્યા છે. એક સપ્તાહ અગાઉ ડોટના સંકેત બાદથી જ મર્જરને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ચુક્યો છે. હવે આ મહાકાય કંપની સંયુક્તરીતે ઓપરેશનમાં આવશે.

Related posts

ગુડગાંવ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર

aapnugujarat

२०२३ तक ४० प्रतिशत बढ़ जाएगी इंटरनेट यूजर्स संख्या : रिपोर्ट

aapnugujarat

શ્રીદેવીની હત્યા થઇ હોવાની સુબ્રમણ્યમ સ્વામીને શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1