Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શ્રીદેવીની હત્યા થઇ હોવાની સુબ્રમણ્યમ સ્વામીને શંકા

લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના મોતના મામલે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચોંકાવનારુ નિવેદન કર્યુ છે. સ્વામીએ કહ્યુ છે કે શ્રીદેવીની હત્યા કરવામાં આવી હોવાની તેમને શંકા છે. રાજ્યસભાના સાંસદે કહ્યુ છે કે બાથટબમાં ડુબીને મરી જવાની બાબત શક્ય દેખાતી નથી. સ્વામીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે અભિનેત્રીઓના દાઉદની સાથે સંબંધો પર પણ અમને ધ્યાન આપવાન જરૂર છે. જો કે હજુ સુધી કોઇ દુબઇ પોલીસ દ્વારા કોઇ શંકા વ્યક્ત કરવામાં આવ નથી. અગાઉ અમરસિંહે પણ આને લઇને શંકા વ્યક્ત કરી હતી. ઓટોસ્પી રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમના હોટલ રુમના બાથટબમાં એક્સીડેન્ટલ ડ્રાઉની અથવા તો આકસ્મિકરીતે ડુબવાથી તેમનું મોત થયું છે. કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું મોત થયું નથી. આરોગ્ય મંત્રાલય યુએઇ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યા બાદ તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમના બાથરુમમાં બેભાન હાલતમાં શ્રીદેવી મળી હતી. શ્રીદેવીના મોતના મામલે જુદી જુદી થિયરી સપાટી પર આવી રહી છે. કોઇ પણ બાબત સમજાઇ રહી નથી. આગામી દિવસોમાં કેટલીક નવી વિગત પણ ખુલી શકે છે. હાલમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનને લઇને લોકોમાં ચોક્કસપણે ચર્ચા છે પરંતુ પબ્લિક પ્રોસીક્યુશન દ્વારા આખરે શ્રીદેવીના કેસને બંધ કરી દેવામાં આવ્યો છે અને આમા જણાવવામાં આવ્યું છે કે, આકસ્મિકરીતે બાથટબમાં ડુબી જવાથી શ્રીદેવીનું મોત થયું છે. આની સાથે જ હાલમાં ચાલી રહેલી જુદી જુદી થિયરીનો અંત આવ્યો છે.

Related posts

હું ખેડૂતોને ટેકો આપીશ, અન્યાય સામે હંમેશા મારો અવાજ ઉઠાવું છું : Varun Gandhi

editor

શત્રુઘ્ન સિંહા તૃણમૂલમાં જાેડાય તેવી સંભાવના

editor

कोरोना काल में 90 फीसदी भारतीय मानते हैं PM मोदी का काम सराहनीय रहा : जावडेकर

editor

Leave a Comment

UA-96247877-1