Aapnu Gujarat
રમતગમત

વિશ્વ કપ જીતના ઇરાદા સાથે પોર્ટુગલની ટીમ પહોંચી ગઇ

વર્લ્ડ શરૂ થવા આડે હવે કલાકોનો સમય રહ્યો છે ત્યારે તમામ ટીમો રશિયા પહોંચવા લાગી ગઇ છે.આના ભાગરૂપે દુનિયાના સૌથી શાનદાર સ્ટ્રાઇકરો પૈકી એક એવા ક્રિસ્ટિયાના રોનાલ્ડોના નેતૃત્વમાં પોર્ટુગલની ટીમ ૧૪મી જુનથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે રશિયા પહોંચી ગઇ છે. રશિયા પહોંચ્યા બાદ ટીમના તમામ ખેલાડીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પોર્ટુગલની ટીમ નજીકના હરિફ સ્પેન સામે રમીને તેની ઝુંબેશની શરૂઆત કરનાર છે. ૧૪મી જુનથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. તમામ મોટી ટીમો વર્લ્ડ કપ પહેલા પ્રેકટીસ મેચમાં સંપૂર્ણ ટીમને ઉતારીને તૈયારી કરી ચુકી છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. જે ખુ મોટી બાબત છે. ઇજિપ્ત તરફથી સ્ટાર મોહમ્મદ સલાહ રમી શકશે કે કે કેમ તેની ચર્ચા છે.

Related posts

દિનેશ કાર્તિક આઉટ ઓફ ફોર્મઃ ફેન્સે કહ્યું રિટાયરમેન્ટ લઇ લે

editor

સૌથી ઝડપી ૫૦૦૦ રન ફટકારનાર ધવન બીજો ભારતીય ખેલાડી

aapnugujarat

RCBએ MIને 8 વિકેટે હરાવ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1