Aapnu Gujarat
મનોરંજન

સ્ટાર ઇશા ગુપ્તા ફોટોગ્રાફર રાહુલના પ્રેમમાં છે : રિપોર્ટ

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ખુબસુરત ઇશા ગુપ્તા હાલમાં ફેશન અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. ઇશાએ પોતે આ અંગે વાત કરી છે. તેનુ નામ કેટલાક સાથે જોડવામાં આવે છે ત્યારે ઇશાએ કેટલાક ફોટો રાહુલ માટે રજૂ કર્યા છે. જેમાં તે બોલ્ડ અને બ્યુટીફુલ દેખાઇ રહી છે. તેનુ નામ હાલમાં હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવ્યા બાદ આ ખુલાસો થયો છે. ઇશાએ કહ્યુ છે કે મોટા ભાગે ભારતમાં તેને દક્ષિણ અમેરિકી તરીકે સમજી લેવામાં આવે છે. તેનુ કહેવુ છે કે તેને વિદેશી સ્ટાર તરીકે પણ કેટલાક લોકો માની લે છે. અભિનેત્રી ઇશા ગુપ્તા બોલિવુડમાં કેટલાક વર્ષોથી હોવા છતાં તેની ઓળખ એક બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકે રહી છે. તે મોટા ભાગે પોતાની છાપ મુજબના રોલ કરતી રહી છે. જો કે તે તમામ પ્રકારના રોલ કુશળતા સાથે કરી રહી છે. અક્ષય કુમારની ફિલ્મમાં તે વકીલના રોલમાં નજરે પડી હતી. રૂસ્તમ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ગઇ હતી. ઇશા ગુપ્તા જુદી જુદી ભાષાની ફિલ્મમાં કામ કરી રહી છે.
ઇશા છેલ્લે બાદશાહોમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી, અજય દેવગન અને ઇલિયાના ડી ક્રુઝની ભૂમિકા હતી. ઇલિયાના સામાન્ય રીતે બોલ્ડ અંદાજના કારણે ઓળખાય છે. તેનુ કહેવુ છે કે એવા સમયમાં જ્યારે લોકો દિવાલ બનાવવાનુ કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકા અને ભારત નજીક આવી રહ્યા છે જે સારી બાબત છે. આ કલ્ચર અને એકતા સાથે સંબંધિત બાબત છે. અમે લોકોને એકબીજાની સાથે જોડી રહ્યા છીએ તે સારી બાબત છે.

Related posts

સુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇ વ્યસ્ત

aapnugujarat

રણબીર અને અજય દેવગન ફરી એકવખત સાથે ચમકશે

aapnugujarat

અનુષ્કા ફરી શાહરૂખ સાથે ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1