Aapnu Gujarat
ગુજરાત

નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ૮ શખ્સ પકડાયા

નોકરીની લોભામણી લાલચ આપી દિલ્હી ખાતે કોલ સેન્ટર ચલાવતા આઠ આરોપીઓને આખરે દિલ્હીમાંથી પકડી પાડવામાં સાઇબર સેલ ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી લીધી છે. ઝડપાયેલા શખ્સોની જાળમાં કેટલા લોકો ફસાયા છે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. ગુનાની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. આ આરોપીઓ જુદા જુદા રાજ્યોમાં છેતરપિંડીમાં સક્રિય રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢમાં પણ અનેક લોકો સાથે આ લોકો ઠગાઈ કરી ચુક્યા છે. ફરિયાદી પિન્કીબેન દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ આ મામલો ખુલ્યો છે. ઘાટલોડિયા અમદાવાદમાં રહેતી પિન્કીબેને ફરિયાદ કર્યા બાદ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં આ મહિલાએ કહ્યું છે કે, તેની પાસે ૧૫મી ડિસેમ્બરે ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, મેકમાયટ્રીપમાં સારા પગાર સાથે તેને નોકરી આપવામાં આવનાર છે. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરુપે તેની પાસેથી તમામ દસ્તાવેજો મેળવી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ડોક્યુમેન્ટ ઈ મેઈલ મારફતે મેળવી લઈ તેમજ અલગ-અલગ પ્રોસીજરના ફી પેટે તેઓના એક્સીસ બેન્કનું ક્રેડીટ કાર્ડમાંથી ઓટીપી નંબર મેળવ્યો હતો. પીંકીબેન પાસેથી ૧,૨૪,૪૦૦ની છેતરપીંડી કરી છેે. અન્ને મળતી માહિતી મુજબ, પીંકીબેનની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી. સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નોઈડા ખાતેથી કોલ સેન્ટર ધરાવી ફોન કરતા હોવાનું જાણવા મળતા સાયબર ક્રાઈમ નોઈડા ખાતેથી પહોંચીને આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ શશી શ્રીરામ મિશ્રા, રહે. નોઈડા, કૈલાશચંદ્ર રામચંદ્ર ઠાકુર રહે. પૂર્વ દિલ્હી, રતનકુમાર સુરેશ શ્રીકાંત મીશ્રા રહે. દિલ્હી, કુલદીપકુમાર આરામસિંગ સિંગ રહે. નોઈડા, રામદીનસિંગ સરનમસિંગ યાદવ રહે. ઉત્તરપ્રદેશ, વિનયકુમાર શ્યામસુંદર રહે. ઉત્તરપ્રદેશ, પવનકુમાર મહાવિરપ્રસાદ શર્મા રહે. દિલ્હી અને પ્રકાશ હરીશચંદ્ર ભટ્ટ રહે. ઉત્તરપ્રદેશનાઓની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૨૧ મોબાઈલ, ૭ લેપટોપ, ૨૨ ક્રેડીટકાર્ડ-ડેબીટકાર્ડ, ૪ બેંક ચેકબુક, ૪ ડાયરી, ૧ નોટબુક, ૨ રાઉટર, આધારકાર્ડ, પાનકાર્ડ મળીને કુલ ૧,૬૭,૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓને પુછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, નોઈડા ખાતે છેલ્લા એક વર્ષથી કોલ સેન્ટર ચલાવે છે અને આરોપી શશી શ્રીરામ મિશ્રા, કૈલાશચંદ્ર રામચંદ્ર અને કુલદીપકુમાર સિંગ ભાગીદારીમાં કોલ સેન્ટર ચલાવતા હતા અને અન્ય આરોપીઓને ૧૫ હજારના પગારથી નોકરીએ રાખીને લોકોને ફોન કરી અલગ-અલગ કંપનીઓમાં સારા પગારથી નોકરી આપવાની લાલચ આપી અલગ-અલગ પ્રોસીજર પેટે ફી ભરવાનુ કહી પૈસા મેળવતા હોવાનું કબુલાત કરી છે. કોલ સેન્ટરના મુખ્ય સંચાલકો પોતાના સ્ટાફને જરૂરી સાધન સામગ્રી પુરી પાડતા હતા. આરોપીએ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ઓફીસો ભાડે રાખીને કોલ સેન્ટર ચલાવતો હતો. સાઈન.કોમ કંપનીમાં નોકરી કરતા આરોપી પ્રકાશ હરીશચંદ્ર ભટ્ટ કે જે રીલેશન મેનેજર તરીકે સાઈન.કોમ કંપનીમાં નોકરી કરતો હતો અને તે કંપનીમાં જે કસ્ટમરો રજીસ્ટ્રેશન કરતા હોય તે ડેટા ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરોને નાણા લઈને ડેટા આપતો હતો. આરોપીઓ ડેટા મેળવીને અલગ અલગ કંપનીઓના નામે ફોન કરીને નોકરીની લાલચ આપી અલગ અલગ પ્રોસીજર પેટે નાણા મેળવતો હતો. આરોપીઓએ પીંકીબેન પાસેથી પેટીએમ મારફતે નાણા મેળવી એચડીએફસી બેંકના એકાઉન્ટથી નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા.

Related posts

म्युनि तंत्र द्वारा जीका वायरस को लेकर कोई जागरुकता नहीं

aapnugujarat

गाडी के पेमेन्ट मामले में युवक को जलाने का प्रयास : वेरावल पुलिस ने युवक का बयान लिया

aapnugujarat

બિલકિસ રેપ કેસના આરોપીઓના છૂટકારાને પડકારતી અરજી પર ૯મીએ સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1