Aapnu Gujarat
ગુજરાત

અમેરિકામાં વધુ એક ગુજરાતીની જાહેરમાં કરાયેલી ઘાતકી હત્યા

અમેરિકાના એટલાન્ટા જયોર્જિયા ખાતે રહેતાં આપણાં ગુજરાતના વડોદરાના મળૂ વતની એનઆરઆઇ એવા હરિકૃષ્ણ મિસ્ત્રીની ત્યાંના કેટલાક સ્થાનિક હબસી શખ્સો દ્વારા આડેધડ ફાયરીંગ કરી સનસનાટીભરી હત્યા કરવામાં આવતાં દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકામાં અવારનવાર કોઇ ને કોઇ ગુજરાતીને નિશાન બનાવી તેમની સરેઆમ હત્યા કરવાના કિસ્સાઓ નોંધાતા રહે છે ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતની સરેઆમ જાહેરમાં હત્યાને પગલે ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને ગુજરાતમાં તેમના વતન વડોદરામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવની વિગત એવી છે કે, અમેરિકાના એટલાન્ટા જયોર્જિયા ખાતે રહેતાં અને ત્યાં પેટ્રોલ પંપ અને સ્ટોર ધરાવતાં હરિકૃષ્ણ મિસ્ત્રી ગઇકાલે શોપીંગ કરવા માટે બહાર ગયા હતા ત્યારે કેટલાક સ્થાનિક હબસી શખ્સો લૂંટના ઇરાદે શોપીંગ મોલમાં પ્રવેશ્યા હતા અને ત્યાં મોલના કર્મચારીઓ સાથે બબાલ અને મારામારી પણ કરી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ અચાનક જ શોપીંગ મોલમાં આડેધડ ફાયરીંગ શરૂ કરી દીધુ હતું અને નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવી હતી, જેમાં હરિકૃષ્ણ મિસ્ત્રીને પણ ગોળી વાગતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરૂણ મોત નીપજયુ હતું. બનાવને પગલે અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં આઘાત અને શોકનો માતમ પથરાયો હતો તો, બીજીબાજુ, ગુજરાત સહિત દેશભરમાં પણ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હરિકૃષ્ણ મિસ્ત્રી વડોદરામાં વાડી હનુમાન ખાતે રહેતા હતા અને તેઓ ૨૦ વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ ત્યાં જ સ્થાયી થઇ ગયા હતા એ દરમ્યાન તેઓ એક પંપ અને સ્ટોરના માલિકી પણ ધરાવતા હતા. ઘટના અંગે વડોદરામાં મિસ્ત્રીના પરિવારને જાણ કરવામાં આવતાં પરિવારજનો સહિત સમગ્ર વડોદરાવાસીઓમાં ભારે શોક અને અરેરાટીની લાગણી છવાઇ ગઇ હતી.

Related posts

સર્વાંગી વિકાસમાં ઇનોવેશન શક્તિ ખુબ જ મહત્વપૂર્ણ છે : રાષ્ટ્રપતિ

aapnugujarat

साध्वी जयश्रीगीरी को जमानत देने हाईकोर्ट ने किया इन्कार

aapnugujarat

अहमदाबाद के दो विद्यार्थी चरस के साथ पकड़े गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1