Aapnu Gujarat
ગુજરાત

નરોડા પાટિયા પાસે દારૂ અને બિયરનો જંગી જથ્થો પકડયો

શહેરના નરોડા પાટિયા પાસે સૈજપુર બોઘા વિસ્તારમાં ધનુષધારી માતાજીના મંદિર પાસે મધુરા એન્જિનીયરીંગ પ્રા.લિ પાસેથી પીસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ફોર્ડફિગો કારને આંતરી તેમાંથી ઇંગ્લીશ દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી કુલ રૂ.બે લાખ, ૭૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂ-બિયરની હેરાફેરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ બનાવ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પીસીબી પોલીસે ચોકક્સ બાતમીના આધારે આજે નરોડા પાટિયા પાસે સૈજપુર બોઘા વિસ્તારમાં કાળા કલરની ફોર્ડ ફિગો કારનો પીછો કર્યો હતો અને ધનુષધારી માતાજીના મંદિર પાસે મધુરા એન્જિ.પ્રા.લિ પાસે કારને આંતરી પોલીસે હારૂન જબ્બારભાઇ શેખ (રહે.પંડિતજીની ચાલીની બાજુમાં, નુરાની મસ્જિદ પાછળ, નરોડા પાટિયા) અને હાર્દિક ઉર્ફે પિયુષ ચંદ્રકાંતભાઇ પંડયા(રહે.રઘુભાઇ રબારીના મકાનમાં, રબારીવાસ, કુબેરનગર બંગલા એરિયા)ને ઝડપી લીધા હતા. પોલીસે જીજે-૧-કેકયુ-૬૦૧૫ નંબરની કારની જડતી લેતાં તેમાંથી ૨૩થી ૨૪ પેટી દારૂ-બિયરની મળી આવી હતી. આ સમગ્ર ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની માહિતી ખુલતાં પોલીસે તેઓને શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પીસીબી પોલીસે પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટની કલમ-૬૬બી, ૬૫ એઇ અને ૧૧૬(૧)(બી),૯૮(૨) અને ૮૧ હેઠળ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી દારૂ-બિયરનો મોટો જથ્થો, મોબાઇલ ફોન, કાર સહિત કુલ રૂ.૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

સિવિલમાં સ્વાઈનફલુથી વધુ એક દર્દીનું મોત

aapnugujarat

ભરતસિંહના કારણે ચૂંટણી હાર્યા : ધીરૂ ગજેરા

aapnugujarat

शहर का पश्चिम इलाका भी रथयात्रा के रंग में रंग गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1