Aapnu Gujarat
ગુજરાત

રખિયાલમાં વાહન અકસ્માત બાદ જૂથ અથડામણ

શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે બે વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ એક જ કોમનાં બે જૂથ તલવારો અને છરીઓ લઇને આમને સામને આવી જતાં મામલો બીચક્યો હતો. મોડી રાતે બે જૂથ વચ્ચે ધારદાર હથિયાર સાથે થયેલી જૂથ અથડામણની આ બબાલમાં ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે, રખિયાલ વિસ્તારમાં મોઇન નામના યુવકનો એક વાહન સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બરજી આલમ અને સરફરાઝ નામની વ્યકિત સમાધાન કરાવવા માટે ગઇ હતી. અકસ્માતમાં સમાધાન થઇ જતાં બન્ને જણા જાહેર રોડ પર ઊભા હતા તે સમયે મોઇનના મામા જાવેદ લંગડો, સોહેલ, શાહનવાઝ હૈદર, જિશાન હૈદર, લઇક અને અન્ય એક યુવક હાથમાં તલવારો અને ચપ્પાઓ લઇને આવ્યા હતા. સરફરાઝ અને બરજી કોઇપણ વાતચીત કરે તે પહેલાં દોડી આવેલા તમામ લોકોએ સરફરાઝના ગુદાના ભાગે ચપ્પાના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. બરજી આલમ સરફરાઝને બચાવવા વચ્ચે પડતા તમામ લોકોએ બરજી ઉપર પણ તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટના જોઇને બરજી આલમના સંબંધી તલવાર અને ચપ્પા લઇને દોડી આવ્યા હતા અને જિશાનને માથામાં ચપ્પાનો ધા ઝીકી દીધો હતો. આ ઘટનામાં બન્ને તરફે ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ અને સ્થાનિકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. રખિયાલ પોલીસને ઘટના અંગેની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ૧૦ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.જાદવે જણાવ્યું હતું કે, બન્ને પક્ષે જૂની અદાવત હતી. જેને લઇને ગઇકાલે આ બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અન્ય એક બનાવમાં, વટવા જીઆઇડીસીમાં આવેલ ભાવદીપ સોસાયટીમાં રહેતા સુમિત પંચાલ અને તેનો મિત્ર ઉમંગ મણિનગર કાંકરિયા ખાતે નાસ્તો કરવા માટે આવ્યા હતા. તે સમયે ખોખરા વિસ્તારમાં આવેલ ડુંગરજીની ચાલીમાં રહેતો સાવન ભાટિયા અને તેના બે મિત્રો બન્ને જણાને બોલાવ્યા હતા. ઉમંગ અને સુમિત તેમની પાસે ગયા ત્યારે સાવને તેમને કહ્યુ કે બહુ ફોર્મમાં ચાલો છે.
સાવને તેની પાસે રહેલી છરી કાઢી હતી અને સુમિત અને ઉમંગને મારી દઇને નાસી ગયો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસ તપાસ હાથ ધરી છે.

Related posts

ઉમેદવારોની પસંદગી દિવાળી બાદ કરવા સ્ક્રીનિંગમાં નિર્ણય

aapnugujarat

નાસતા ફરતા અપરાધીઓને પકડી પાડવા ઝુંબેશ

aapnugujarat

બુલેટ ટ્રેન બાબતે ખેડૂતોએ સુચવ્યો ‘સ્માર્ટ પ્લાન’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1