Aapnu Gujarat
ગુજરાત

નાસતા ફરતા અપરાધીઓને પકડી પાડવા ઝુંબેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ર૧૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓને રાજ્યવ્યાપી સઘન ઝૂંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હાલની વ્યવસ્થામાં એસપી, એલસીબી રેંજ, આરઆર સ્કર્વોડ, એટીએસ અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઇલ લોકેશન સીસીટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. આ કામગીરીની રાજ્યના ડીજીપી કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા પણ હાથ ધરવાની સુચના પણ મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ગુજરાતમાં નાગરિક જનજીવન શાંતિ અને સલામતી પૂર્ણ રહે તેવી સંવેદનશીલતા સાથે મુખ્યમંત્રી વિજયએ આ નિર્ણય કર્યો છે. શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકારના ચેઇન સ્નેચીંગને લઇ કડક કાયદા અને પોલીસના સુરક્ષાના દાવા વચ્ચે શહેરમાં વેજલપુર, શાહીબાગ સહિતના વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના ગંભીર બનાવો સામે આવતાં મહિલાઓ-વૃધ્ધાઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જલ્પાબહેન અનીકેતભાઇ ગોહિલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની વિગત એવી છે કે, જલ્પાબહેન વેજલપુર રોડ પર આવેલ માનવમંદિર પાન પાર્લર તરફથી ચાલતા ચાલતા જતા હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંથી ૧પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયાં હતાં. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે તો શાહીબાગ વિસ્તારમાં આવેલ નારાયણ કોમ્પ્લેકક્સમાં રહેતા દક્ષાબહેન હસમુખભાઇ રાઠોડે પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. દક્ષાબહેન શાહીબાગ રચના સ્કૂલ પાસેથી પસાર થતાં હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમનાં ગળામાંથી ર૦ હજાર રૂપિયાની ચેઇન ખેંચીને લઇ ગયાં હતાં. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટ ચાલુ રહેતાં મહિલાઓ ખાસ કરીને વૃધ્ધાઓ નિશ્ચિંતપણે સુરક્ષાથી હરીફરી પણ શકતી નથી તેમછતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહી હોય એવી છાપ ઉપસી રહી છે, આ સમગ્ર મામલે હવે પોલીસે નક્કર કાર્યવાહી કરી સમાજને સુરક્ષાની લાગણીનો એહસાસ કરાવવો જોઇએ એવી પણ માંગણી નાગરિકોમાં ઉઠવા પામી છે.

Related posts

ગુજરાતમાં અંતે વિકાસનો વિજય થશે : અમિત શાહ

editor

મસ્જીદ ૫ર ચડી ધ્વજા લહેરાવતા મીનારો તૂટી ૫ડ્યાની અફવા : સૂરતમાં કોમી અથડામણ

aapnugujarat

भारी तबाही से हाईकोर्ट सहित सभी कोर्ट में काम ठप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1