Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિટકોઈન મામલામાં રાજ કુંદ્રાની ઈડી દ્વારા પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આકરી પુછપરછ કરી હતી. સમગ્ર દેશમાં હલ્લો મચાવનાર બિટકોઇન કૌભાંડ કેસના સંદર્ભમાં રાજ કુન્દ્રાની આ પુછપરછ કરવામાં આવી હતી. બિટકોઇન લેવડદેવડ કેસમાં નવા નવા નામ સપાટી ઉપર આવી રહ્યા છે. આજે આ બિઝનેસમેન સામે સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને ઇડીની ઓફિસમાં ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કારોબારમાં તેમની સંડોવણી અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ કારોબારને સરકાર દ્વારા ગેરકાયદે ગણવામાં આવે છે. કેટલાક એવા દાખલા રહ્યા છે જે રાજ કુન્દ્રા સાથે જોડાયેલા દેખાઈ રહ્યા છે જેથી નિવેદન નોંધાવવા માટે રાજ કુન્દ્રાને કહેવામાં આવ્યું હતું. વધુ વિગત આપવાનો ઇન્કાર કરતા અધિકારીઓએ કહ્યું છે કે, ઇડીએ થોડાક સમય પહેલા બિટકોઇન શિફ્ટ ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ ગેઇન બિટકોઇનના સ્થાપક અને આઠ અન્યો સામે પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. એવો આક્ષેપ પણ કરાયો હતો.
આ સ્કીમમાં લેવડદેવડના કારણે બે હજાર કરોડની આસપાસનું નુકસાન ૮૦૦૦ મૂડીરોકાણકારોને થયું છે. ઇડીએ આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસની એફઆઈઆરના આધાર પર કેસ દાખલ કર્યો હતો.
પુણે પોલીસે ત્યારબાદ અગાઉ દિલ્હીમાંથી ભારદ્વાજ અને તેમના ભાઇ વિવેકની ધરપકડ કરી હતી. ભારદ્વાજે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રોકાણકારો સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ કેસમાં સેન્ટ્રલ એજન્સીએ તપાસ આગળ લંબાવી હતી. ગયા વર્ષે નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં માહિતી આપતા કહ્યું હતું કે, ભારતમાં વર્ચ્યુઅલ કરન્સીને કોઇ સ્થાન નથી.

Related posts

અંકુશરેખા ઉપર એક્શન : ૩ પાક જવાનોના મોત

aapnugujarat

बीमा कंपनियां बाढ़ प्रभावित क्षेत्रों में दावों के निपटान में लाएं तेजी : वित्त मंत्रालय

aapnugujarat

હબીબગંજ રેલવે સ્ટેશન પર વર્લ્ડક્લાસ સુવિધાઓ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1