Aapnu Gujarat
ગુજરાત

સવર્ણોને પણ બિનઅનામત વર્ગ જેવા પ્રમાણપત્ર મળશે

ગુજરાત સરકાર દ્વારા હવે રાજયમાં સવર્ણોને પણ બિનઅનામત વર્ગ જેવું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કરાયો છે. આમ, હવે એસસી, એસટી, ઓબીસીની જેમ બિનઅનામત વર્ગ માટે પણ ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે. સરકાર દ્વારા આ અંગેનો ઠરાવ પણ જારી કરી દેવાયો છે. જો કે, બિનઅનામત વર્ગને અનામત વર્ગની માફક જ પ્રમાણપત્રનો લાભ મૂળ ગુજરાતના હોય તેવા લોકોને જ આપવામાં આવશે એ પણ સરકારે સ્પષ્ટ કરી દીધું છે. આ પ્રમાણપત્ર સમાજમાં આર્થિક અને શૈક્ષણિક યોજનાના લાભ મેળવવા માટે આપવામાં આવશે, જેના કારણે હવે સવર્ણોને પણ તેનો પૂરો લાભ મળી શકશે. રાજયના બિન અનામત આયોગ દ્વારા તાજેતરમાં જ સરકારને કેટલીક મહત્વની ભલામણ કરાઈ હતી કે, જીપીએસસીની પરીક્ષામાં બેસવા માટે સવર્ણો માટે પણ વયમર્યાદા વધારવામાં આવે, તેમજ એસસીએસટી સ્ટુડન્ટ્‌સ માટે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં જો જગ્યા ખાલી પડે તો સવર્ણોને પણ પ્રવેશ અપાય. આ સિવાય પણ આયોગ દ્વારા અન્ય બીજી ભલામણો કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યના બિનઅનામત વર્ગો જેવા કે, પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા, સોની, ખમાર, મહેશ્વરી વગેરે અંદાજે ૫૮ જેટલી જ્ઞાતિઓના શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબોના સવાર્ંગી ઉત્કર્ષ માટે પ્રયાસ શરુ કર્યા છે, જેના માટે રૂ.૫૦૬ કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. બિન અનામત સવર્ણ આયોગ દ્વારા અનામત વર્ગના લોકોને જે નોકરી તેમજ અભ્યાસમાં મળતા લાભ બિન અનામત વર્ગને પણ મળે તે માટે હવે આયોગ દ્વારા સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં સસ્તા દરે શિક્ષણ લોન ઉપરાંત, ૩૫ જેટલી સરકારી યોજનાનો લાભ આપવા વિચારણા ચાલી રહી છે. સમગ્ર ગુજરાત રાજયમાં બિન અનામત વર્ગોની જરૂરિયાતને જાણવા માટે રાજય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. જેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે. સરકાર દ્વારા સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણપત્ર બહુ કામમાં લાગશે. આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સવર્ણોનો આંતરિક રોષ ખાળવાના ઇરાદે સરકારે અત્યારથી જ રણનીતિ શરૂ કરી દીધી છે, તેવી ચર્ચાએ પણ ભારે જોર પકડયુ હતું.

Related posts

લૂંટ અને મારામારીનાં કેસમાં હાર્દિક-દિનેશ બાંભણીયાને પાટણની કોર્ટમાં રજૂ કરાયા

aapnugujarat

સૂરત ખાતે ન્યુ ઈન્ડિયા-૨૦૨૨ વિઝન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

aapnugujarat

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1