Aapnu Gujarat
ગુજરાત

અકસ્માતમાં ઇજા પામનાર પરિજનોને વળતરનો હુકમ

મોટર વાહન અકસ્માતના એક કેસમાં શહેરની મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ૧૯૯૪માં થયેલા અકસ્માત અંગે ૨૪ વર્ષ બાદ ચુકાદો આપી કસૂરવાર વીમા કંપની નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીને અક્સ્માત સમયે ઇજા પામનાર લોકોને વળતર ચૂકવવા મહત્વનો હુકમ કર્યો છે. જો કે, કોર્ટે આ અકસ્માત માટે પતિને પણ તેના બેદરકારીભર્યા ડ્રાઇવીંગ બદલ જવાબદાર ગણી તેને પણ પોતાના જ પરિવારના સભ્યોને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વીમાકંપની અને પતિને ઇજાગ્રસ્ત પરિવારજનોને કુલ મળી રૂ.૨૫ હજારનું વળતર નવ ટકાના વ્યાજે ચૂકવી આપવા પણ તાકીદ કરી છે. આ કેસની વિગત એવી છે કે, ગત તા.૯-૮-૧૯૯૪ના રોજ અમદાવાદમાં રહેતા ગુલામ મોયુદ્દીન શેખ પોતાના પરિવાર સાથે કારમાં વિરમગામથી અમદાવાદ આવી રહ્યા હતા. એ વખતે વરસાદી વાતાવરણ હતું, તે દરમિયાન તેમણે સ્ટીયરીંગ વ્હીલ ઉપરથી કાબુ ગુમાવતા તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી. જેના કારણે તેમની પત્ની રૂકશાનાબાનુ, ગંભીર ઇજાઓ થવાથી તેમને લાંબો સમય સારવાર માટે હોસ્પિટલ રહેવું પડ્‌યું હતું. અકસ્માતના આ બનાવ અંગે રૂકશાનાબાનુએ મોટરસ એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સામે નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસે વળતરની માગણી કરી હતી. ૧૯૯૪માં થયેલા અકસ્માતો ચુકાદો ૨૪ વર્ષ બાદ આવ્યા હતો. જેમા કોર્ટે અકસ્માત માટે પતિ ગુલામ મોયુદ્દીન શેખને પણ બેદરકારીભર્યા ડ્રાઈવીંગ માટે જવાબદાર ગણી ગુલામ મોયુદ્દીન શેખ અને પ્રતિવાદી નેશનલ ઈન્યુરન્સ કંપનીને વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. જેમાં રૂકશાનાબાનુને ૧૧ ૫૦૦, કૌશરને ૩૭૦૦ શબાનાને ૯૦૦૦ અને વૃધ્ધ માતાને ૨૫૦૦૦ હજાર ચુકવવાનો આદેશ આપ્યો છે. આ તમામ રકમ નવ ટકા વ્યાજ સાથે પણ ચુકવવાની રહેશે એવી પણ કોર્ટે તાકીદ કરી હતી.

Related posts

મગફળીના ગોડાઉનમાં આગના મામલે તપાસ : કૃષિ યુનિ.ના તજજ્ઞોની ટીમે સેમ્પલો લીધા : તપાસ શરૂ

aapnugujarat

બિટકોઇન કેસ : જતીન પટેલ છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

राज्यसभा चुनाव को लेकर गुजरात का सियासी पारा गर्म

editor

Leave a Comment

UA-96247877-1