Aapnu Gujarat
ગુજરાત

મગફળીના ગોડાઉનમાં આગના મામલે તપાસ : કૃષિ યુનિ.ના તજજ્ઞોની ટીમે સેમ્પલો લીધા : તપાસ શરૂ

રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના ચકચારભર્યા પ્રકરણમાં આજે રાજયની કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની ટીમ શાપર પહોંચી હતી અને ગોડાઉનમાંથી મગફળી સહિતના જરૂરી સેમ્પલ લીધા હતા. બીજીબાજુ, સમગ્ર મામલામાં સીઆઇડી ક્રાઇમે જુદી જુદી ટીમોના આધારે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. મગફળીના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગ ચાર દિવસ બાદ આજે લગભગ કાબૂમાં લઇ લેવાઇ છે. રવિવારે મોડી રાત્રે ભડકેલી આગમાં રૂ. ૪.૪૧ કરોડની કિંમતની મગફળીની ૨૮,૦૦૦ ગુણી (એક ગુણીનું વજન ૩૫ કિલો) આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. છેલ્લા ચાર મહિનામાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની આ ૪થી ઘટના છે. છાશવારે મગફળીના ગોડાઉનોમાં આ પ્રકારે લાગતી આગ અને તેમાં મગફળીના વિશાળ જથ્થાને ભસ્મીભૂત કરી નાંખવાના ષડયંત્રને લઇ ખેડૂતોમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. જોકે, છેલ્લા ચાર મહિનામાં ગાંધીધામ, ગોંડલ તેમજ જામનગરના હાપામાં આવેલા ગોડાઉનોમાં આગ લાગી ચૂકી છે અને હવે રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ૪થી ઘટના નોંધાતા રાજય સરકાર પણ આ આગના વિવાદમાં ફસાઇ છે. બીજીબાજુ, ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ તેમાં મોટામાથાઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવે છે, મગફળી બારોબાર સગેવગે કરી નાખ્યા બાદ પૂરતો સ્ટોક બતાવવા માટે મગફળીમાં ધૂળ ભેળવી દેવામાં આવે છે, તેમજ સારી મગફળીને બદલે હલકી ગુણવત્તા વાળી મગફળી ગોડાઉનમાં ગોઠવી દેવાય છે અને આ કૌભાંડ બહાર આવે નહીં તે માટે આગ લગાડી દેવાય છે તેવી લોકચર્ચા અને શંકાઓને ધ્યાને લઇ શાપરની ઘટનામાં મંગળવારે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની ટીમ શાપર પહોંચી હતી અને નિષ્ણાતોની ટીમ દ્વારા ગોડાઉનમાંથી મગફળીના સેમ્પલ લેવાયા હતા. સેમ્પલના પરીક્ષણ બાદ હવે કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટ તરફ પણ લોકોની મીટ મંડાઇ છે. તો સીઆઇડી ક્રાઇમને આ સમગ્ર પ્રકરણની તપાસ સોંપાઇ તપાસનીશ એજન્સીએ પણ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે, જેમાં સતત મગફળીના ગોડાઉનમાં જ આગ લાગવાની ઘટના અને તેની સાથે આ મગફળીનો જથ્થો ટેકાના ભાવવાળી હોવાથી કોઇ જાણી જોઇને આગ લગાડવામાં આવી છે કે કોઇ કુદરતી કારણોસર આગ લાગી છે તે સહિતના તમામ મુદ્દાઓ અને પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ગુજરાતમાં કોલ્ડવેવની ચેતવણી : નલિયામાં ૬.૮

aapnugujarat

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળા અંગેના સુચારૂ આયોજન અંગે મળેલી બેઠક

aapnugujarat

१० इंच बारिश से शहर के अधिकांश इलाके पानी में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1