Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળા અંગેના સુચારૂ આયોજન અંગે મળેલી બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ પ્રાંતકક્ષાએ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે સંકલનના સમિતિના તમામ અધિકારીશ્રીઓ સાથે તાજેતરમાં જિલ્લા કલેક્ટરાલયના સભાખંડ ખાતે બેઠક યોજીને યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે સુચારૂ આયોજન ઘડી કાઢવા ચર્ચા-વિચારણા કરી હતી. જિલ્લામાંથી કોઇ લાભાર્થી બાકી ન રહી જાય અને તેની ડેટા એન્ટ્રી નિયત સમયમર્યાદામાં થાય તે અંગે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલ, નાંદોદ ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી એન.યુ. પઠાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત સહિત જિલ્લાના તમામ સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ ગરીબ કલ્યાણ મેળા અંગેની બાબતો પર વિચાર વિમર્શ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ લાભાર્થીને સીધે  સીધો મળી રહે તેવા રાજ્ય સરકારના હેતુને સિધ્ધ કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે. તેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ જિલ્લામાં પ્રાંત વાઇઝ ગરીબ કલ્યાણ મેળા યોજવા અંગેનું સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં નાંદોદ પ્રાંતકક્ષાએ રાજપીપલા ખાતે અને દેડીયાપાડા પ્રાંતકક્ષાએ દેડીયાપાડા ખાતે ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૨૦ મી ઓગષ્ટ, ૨૦૧૭ ને બુધવારે નાંદોદ પ્રાંતકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના લાભાર્થીઓ માટે રાજપીપલા ફોરેસ્ટ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જ્યારે તા.૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ ને શુક્રવારના રોજ પીઠા ગ્રાઉન્ડ-દેડીયાપાડા ખાતે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓ માટે દેડીયાપાડા પ્રાંતકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કીટ વિતરણ અંગેની યાદી, મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા બાદના લાભાર્થીઓની કરવામાં આવતી લાભોની યાદી, લાભાર્થીને આપવામાં આવતો કલર કોડ અને કલર કોડ પ્રમાણેના સ્ટોલ્સની વ્યવસ્થા, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓને લાવવા લઇ જવા બસની વ્યવસ્થા, ઓનલાઇન ડેટા એન્ટ્રી વગેરે જેવી કામગીરી માટે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેની વિગતો મેળવી હતી અને ચર્ચા-વિચારણાના અંતે શ્રી નિનામાએ અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

Related posts

મેટ્રોનાં પ્રથમ ૩ કોચ પહોંચ્યાં અમદાવાદ, ૧૫ જાન્યુઆરી બાદ ટ્રાયલ

aapnugujarat

રાજયભરમાં સ્વાઇન ફલુનો હાહાકાર : મૃત્યુઆંક ૧૩૫

aapnugujarat

CM વિજય રૂપાણી વતનમા જન્મદિનની ઉજવણી કરશે

editor

Leave a Comment

UA-96247877-1