Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપનમાં ફેડરર અને નડાલની આગેકૂચ જારી

વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલે જોરદાર દેખાવ કરીને નવમી વખત અંતિમ ૧૬માં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. નડાલ અને રોજર ફેડરર વચ્ચે ડ્રીમ સેમિફાઇનલનો તખ્તો હવે ગોઠવાઈ રહ્યો છે. ૩૧ વર્ષીય નડાલે માયર ઉપર ૬-૭, ૬-૩, ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. હવે તે યુક્રેનના ડોલ્ગો પોલોવ સામે રમશે. બીજી બાજુ રોજર ફેડરરે પોતાના હરીફ ખેલાડી ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. ફેડરરે લોપેજ ઉપર જીત મેળવી હતી. ફેડરર હવે ૬૩મી ગ્રાન્ડસ્લેમમાં સતત આગેકૂચ કરી રહ્યો છે. પાંચ વખત તે ચેમ્પિયન રહી ચુક્યો છે. લાંબા સમય બાદ નોવાક જોકોવિક ટોપ સીડમાં સામેલ નથી.નડાલે વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૩માં યુએસ ઓપન ટેનિસ સ્પર્ધા જીતી હતી.આ વખતે ઇજાના કારણે કેટલાક ટોપ સ્ટાર સ્પર્ધામાંથી ખસી ગયા છે. જેમાં વર્તમાન ચેમ્પિયન સ્ટાન વાંવરિન્કાનો સમાવેશ થાય છે. ઉપરાંત બે વખત ચેમ્પિયન બની ચુકેલા નોવાક જોકોવિકે પણ નામ પાછુ ખેંચી લીધુ છે. એન્ડી મરે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. જેથી હવે ફેડરર અને નડાલ હોટફેવરીટ દેખાઇ રહ્યા છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ સિગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રિચર્ડ સિર્સ, બિલ લાર્નેડ, બિલ ટિલ્ડનના નામે છે. આ તમામ ત્રણેય ખેલાડીએ સાત વખત સિગલ્સ તાજ જીત્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સૌથી વધુ ુ સિગલ્સ તાજ જીતવાનો રિકોર્ડ મોલ્લા મેલ્લોરીના નામ પર છે. તે આઠ વખત આ ટીઇટલ જીતવામાં સફળ રહી હતી.

Related posts

Australia is keen to play more than one day-night Test against India

aapnugujarat

भारत खिताब के दावेदार की तरह खेला : शाहिद अफरीदी

aapnugujarat

ઉત્તર રેલવે સુશીલ કુમારને કરશે સસ્પેન્ડ

editor

Leave a Comment

UA-96247877-1