Aapnu Gujarat
ગુજરાત

રાજયભરમાં સ્વાઇન ફલુનો હાહાકાર : મૃત્યુઆંક ૧૩૫

રાજયભરમાં સ્વાઇન ફલુનો વાયરસ ખતરનાક રીતે ત્રાટકયો છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં જાણે સ્વાઇન ફલુએ હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલુના ખતરનાક કહેરના લીધે અત્યારસુધીમાં રાજયભરનો કુલ મૃત્યુઆંક હવે ૧૩૫ને આંબી ગયો છે, તો સ્વાઇન ફલુ પોઝીટીવના રાજયમાં ૮૦૦થી વધુ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૭૫થી વધુ કેસો સામે આવ્યા છે. રાજયભરમાં જે પ્રકારે સ્વાઇન ફલુના પોઝીટીવ કેસો વધી રહ્યા છે અને જે હદે મૃત્યુઆંક વધી રહ્યો છે તેનાથી પ્રજા હવે ખરેખર ભયભીત બની છે. અત્યારસુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-રાજકોટમાં ૪૪થી વધુ મોત નોંધાયા છે. રાજયભરમાં સ્વાઇન ફલુની વકરતી ભયાવહ સ્થિતિને ખુદ રાજય સરકાર અને આરોગ્ય તંત્ર જબરદસ્ત ચિંતિંત બન્યું છે કારણ કે, રાજયમાં સ્વાઇન ફુલની સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ખતરનાક અને ભયંકર છે પરંતુ સરકારની આ ચિંતા અને લેવાઇ રહેલા પગલાં જાણે દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્વાઇન ફલુ પોઝીટીવના વધતા જતા કેસો અને વધી રહેલા મૃત્યુઆંકને જોતાં રાજયના આરોગ્યતંત્ર આ મામલે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી મહિનાથી લઇ અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૮૦ થી વધુ સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓ દાખલ થયા છે, જેમાં અત્યારસુધીમાં ૧૮ દર્દીના મોત નીપજયા છે. અમદાવાદ શહેરમાં કુલ મળી ૧૭૫થી વધુ સ્વાઇન ફલુ પોઝીટીવના કેસો સામે આવ્યા છે, જે રાજયમાં સૌથી વધુ છે. સ્વાઇન ફલુના કારણે અમદાવાદમાં છેલ્લા છ દિવસમાં પાંચ મોત નોંધાતા શહેરનો કુલ મૃત્યુઆંક ૨૪ થઇ ગયો છે. સ્વાઇન ફલુના જબરદસ્ત કહેરના લીધે રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં અત્યારસુધીમાં ૧૩૫ જેટલા દર્દીઓના મોત નીપજયા છે, જેની સામે ગયા વર્ષે સ્વાઇન ફલુથી માત્ર ૨૦થી વધુના મોત નોંધાયા હતા, જેથી આ વખતે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. સ્વાઇન ફલુ આ વર્ષે ખતરનાક રીતે ત્રાટકયો છે, જેના કારણે અત્યારસુધીમાં ૩૦૦થી વધુ જેટલા સ્વાઇન ફલુના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. માત્ર છ મહિનામાં જ સ્વાઇન ફુલના કેહરે આ વરવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. જેમાં અમદાવાદમાં અત્યારસુધીમાં ૨૪, વડોદરામાં ૧૦, સુરતમાં ૧૦, રાજકોટ-સૌરાષ્ટ્રમાં ૪૪થી વધુ, કચ્છ-ભુજમાં ૧૪થી વધુ, ગીર-સોમનાથમાં પાંચ, જામનગરમાં ૧૦ દર્દીઓના મોત મળી કુલ ૧૩૫ લોકોનો ભોગ સ્વાઇન ફલુએ લીધો છે. ખુદ સરકારી હોસ્પિટલોના સત્તાવાળાઓએ કબૂલ્યું છે કે, આ વર્ષે રાજયભરમાં સ્વાઇન ફુલની સ્થિતિ ઘણી ચિંતાજનક અને ભયંકર છ અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફલુના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધા તૈનાત કરાઇ છે. જો કે, આરોગ્યવિભાગના અધિકારીઓના આ દાવાઓ છતાં સ્વાઇન ફલુ કે તેનો ભરડો કંટ્રોલમાં આવતો જણાતો નથી. ઉલ્ટાનું દિન-પ્રતિદિન સ્વાઇન ફલુની પરિસ્થિતિ વણસી રહી છે અને ભયંકર રીતે વકરી રહી છે. જે પ્રકારે નિર્દોષ નાગરિકો સ્વાઇન ફલુના ભરડામાં હોમાઇ રહ્યા છે તે પરથી રાજય સરકાર અને આરોગ્યતંત્રની સરેઆમ નિષ્ફળતા સામે આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇન ફલુના અત્યારસુધીમાં ૮૦૦થી વધુ કેસો સ્વાઇન ફલુ પોઝીટીવના સામે આવ્યા છે, જેના કારણે સરકાર અને આરોગ્યતંત્રની ચિંતા વધી ગઇ છે. સ્વાઇન ફુલનો ભરડો એવો હોય છે કે તેમાં વ્યકિત ભરડાઇ ગયા બાદ જાણ થાય છે, તેથી સરકાર અને આરોગ્યતંત્ર લોકોને આ વાયરસ પરત્વે જાગૃત અને સજાગ રહેવા પણ લોકોને અપીલ કરી રહી છે. નાગરિકોએ પણ સ્વાઇન ફલુના આ એચ-૧એન-૧ વાયરસ પરત્વે જાગૃતિ કેળવી સલામતીના ઉપાયો કરવા જોઇએ.

Related posts

ઓઢવ ચિલ્ડ્રન હોમમાંથી ફરાર સગીરાઓને પરત લવાઇ

aapnugujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન : પ્રોપર્ટી ટેક્સના બાકીદાર સામે સિલિંગ ઝુંબેશને લઇ દુવિધા

aapnugujarat

ગુજરાતમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી

editor

Leave a Comment

UA-96247877-1