Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ૬૭.૫૦ ટકા રહ્યું

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ છે. ૭૨.૬૯ ટકા વિદ્યાર્થીનિઓ પાસ થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં પાસની ટકાવારી ૬૨.૭૩ ટકા રહી છે. એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩૭૮ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે એટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૯૫૬ રહી છે. જિલ્લાવાર ટકાવારીની વાત કરવામાં આવે તો સુરજ જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ સૌથી વધારે છે. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૨.૪૨ ટકા રહ્યુ છે. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનુ પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યુ છે. જુદા જુદા કારણોસર ૬૧૫ વિદ્યાર્થીઓનુ પરિણામ અનામત રાખવામાં આવ્યુ છે. હિન્દી માધ્યમનું પરિણામ ૭૨.૩૦ ટકા રહ્યું છે. આ વખતે ગેરરીતિના ૧૦૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. સીસીટીવી કેમેરા ફુટેજના અનુસંધાનમાં નોંધાયેલા ગેરરીતિના કિસ્સા ૧૨૩૧ રહ્યા છે. અન્ય કારણોસર અનામત રાખવામાં આવેલા પરિણામ ૬૭૫ રહ્યા છે. આવી જ રીતે ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૫૦ રહી છે. પરિણામને લઇને ભારે ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થીનિઓ વધારે શાનદાર દેખાવ કરી રહી છે. આ વખતે પણ આવી જ સ્થિતી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતી માધ્યમનુ પરિણામ ખુબ ઓછુ રહ્યુ છે. ૬૫.૧૫ ટકા પરિણામ રહેલા ગુજરાતી સમુદાયના નિષ્ણાંતોમાં ભાષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અંગ્રેજીને લઇને લોકોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે ૮.૦૦ વાગે બોર્ડની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પરથી પરિણામ જોવા લાગી ગયા હતા. વિદ્યાર્થીઓ સુચના મુજબ તેમની સ્કૂલમાંથી ૧૧.૦૦થી ૨.૦૦ દરમ્યાન માર્કશીટ લેવા માટે પણ પહોંચવા લાગ્યા હતા. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જોવા મળી રહી હતી. આ વર્ષે ધોરણ-૧૦માં ગણિત વિષયનું પેપર ખૂબ અઘરૂ નીકળ્યું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રાતા પાણીએ રડયા હતા, જેની સીધી અસર ધોરણ-૧૦ના પરિણામ પર પડે તેમ હોઇ બોર્ડ સત્તાવાળાઓ દ્વારા કેટલાક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૦માં આ પરીક્ષામાં આ વખતે ૭૯૫૫૨૮ નિયમિત વિદ્યાર્થીઓ હતા જે પૈકી ૭૯૦૨૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યું છે અને ૫૩૩૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. રિપીટરોની વાત કરવામાં આવે તો તેમની પાસની ટકાવારી ૧૪.૧૮ ટકા અને ખાનગી ઉમેદવાર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ૬.૯૪ ટકા રહી છે. ધોરણ-૧૦માં ૭ ઝોન પર પરીક્ષા લેવામાં આવી હતી અને ૩૭ કેન્દ્ર તથા ર૩૯ પરીક્ષા સ્થળો પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૯ના આવતીકાલના પરિણામ બાદ ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧મીએ જાહેર કરવામાં આવનાર છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પ ઝોન, ૩૧ કેન્દ્ર અને ૧૧૭ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવી હતી. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્યના ૧પ૪૮ કેન્દ્ર પર ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં અમદાવાદ શહેરમાં કુલ ૫૧૮૫૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જ્યારે અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૦ના ૩૭૮૫૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અમદાવાદ શહેરનું પરિણામ ૭૨.૪૨ ટકા અને ગ્રામ્યનું પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યું છે. જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૩ર,૯૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.ધોરણ-૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ ૧૦મી મેના દિવસે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ હતુ. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ શહેરનુ પરિણામ ૭૫.૨૪ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. જ્યારે અમદાવાદ જિલ્લાનુ પરિણામ ૮૨.૧૭ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ ૮૧.૮૯ ટકા જાહેર કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષની તુલનામાં પરિણામ આ વખતે નીચે રહ્યુ હતુ. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦૦ ટકા પરિણામવાળી સ્કુલોની સંખ્યા ૪૨ નોંધાઇ હતી. જ્યારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ મેળવનાર સ્કુલોની સંખ્યા ૨૬ રહી હતી. આવી જ રીતે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૩૮ નોંધાઇ હતી.એ ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૭૭.૨૯ ટકા રહ્યુ હતુ.

Related posts

देश गंभीर मंदी की चपेट में लेकिन कुंभकरण की नींद में सोई सरकार : कांग्रेस

aapnugujarat

અનંતનાગમાં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની આતંકીઓએ હત્યા કરી

aapnugujarat

નોટબંધીનો નિર્ણય ‘તઘલખી’ હતો : જયરામ રમેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1