Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધીનો નિર્ણય ‘તઘલખી’ હતો : જયરામ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યુ કે, વડાપ્રધાનને એવા માણસોની જરૂર છે કે, જે તેમને સત્ય કહે. નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ઇશારો કરતા જયરામે કહ્યુ કે, નોટબંધીનો નિર્ણય તઘલખી નિર્ણય હતો. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીએ તેમના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યુ કે, જો તમે વડાપ્રધાન છો તો તમે યસમેન (હજુરિયાઓ)થી ઘેરાયેલા ન રહેવા જોઇએ. એવા લોકોથી ઘેરાયેલા ન રહેવા જોઇએ કે જે તમને સત્ય વાત ન કહે” જયરામ રમેશે ઇન્દિરા ગાંધીના પ્રિન્સિપલ સેક્રેટરી રહેલા પી.એન. હાસકરની જીવનકથા લખી છે અને એ પુસ્તક વિમોચનના સમારોહમાં આ વાત કરી હતી. પી.એન.હાસકર વિશે વાત કરતા જયરામ રમેશે કહ્યું કે, પી.એન. હાસકર પાસે એ તાકાત હતી કે તે ઇન્દિરા ગાંધીને કહી શકતા કે સાચુ શું છે કે ખોટુ શું. તમારી પાસે આવા માણસો હોવા જોઇએ કે જે તમને કહે કે, નોટબંધીએ તુઘલખી નિર્ણય છે. એવા માણસોની તમને જરૂર છે કે જે તમને સાચી વાત કહે.

Related posts

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ જુનેદ ઝડપાયો

aapnugujarat

સેન્સેક્સ ૮૪ પોઈન્ટ અપ

aapnugujarat

સોનિયા ગાંધી સારવાર માટે ફરીથી વિદેશ ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1