Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોપટે બૂમરાણ મચાવીને ત્રણ ચોર પકડાવી દીધા…!!

કોચી શહેરની એક દુકાનમાં શનિવારની રાતે ચોરી કરવા ઘુસેલા ત્રણ તસ્કરોને કદાચ કલ્પના પણ નહી હોય કે તેઓ જેને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. તે વસ્તુ તેમને જેલની હવા ખવડાવશે.
બન્યુ એમ હતુ કે કોચીના કલુર વિસ્તારમાં રહેતા સતીશ નામના વ્યક્તિના પાળેલા પશુ પક્ષીઓની દુકાન છે. શનિવારે રાતે તેમની દુકાનમાંથી બે આફ્રિકન ગ્રે પેરોટ, પર્શિયન કેટ અને બે કોકટેલ પક્ષી ગાયબ થઈ ગયા હતા.
સતીશે પોલીસને જાણકારી આપી હતી.એ પછી પોલીસે દુકાનમાં તપાસ કરીને સીસીટીવી ચેક કર્યા હતા. એટલી વારમાં કલૂર પાસે જ રહેતા કેટલાક સ્થાનિક લોકોએ પોલીસ મથકે પહોંચીને ગાયબ થયેલા પોપટો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે પોપટ સતત સતીશ અને સંધ્યા નામની બૂમો પાડી રહ્યા છે.
પોલીસે આ સાંભળીને તરત જ કડી જોડી દીધી હતી કારણકે પક્ષીઓની દુકાનના માલિકનુ નામ સતીશ અને તેમની પત્નીનુ નામ સંધ્યા હતુ. એ પછી પોલીસે પોપટ અને બીજા પક્ષીઓ તો કબ્જે કર્યા હતા અને સાથે સાથે ચોરી કરનારા ત્રણે વ્યક્તિઓને જેલભેગા કરી દીધા હતા.
પોપટ અને તેમાં પણ આફ્રિકન પેરોટ નકલ કરવામાં માહિર હોય છે. તેમને સતીશ અને સંધ્યાએ બોલતા શીખવાડ્યુ હતુ. જેનાથી તસ્કરો અજાણ હતા. જોકે અજાણ્યા વ્યક્તિઓને જોતા પોપટોએ બૂમો પાડવા માંડી હતી.

Related posts

NDA confident to get Citizenship Amendment Bill passed in Parliament

aapnugujarat

લખનૌના તમામ રસ્તાઓ ખેડૂતો દ્વારા સીલ કરાશે : ટિકૈત

editor

Haryana court grants bail to Honeypreet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1