Aapnu Gujarat
રાષ્ટ્રીય

સેક્સ કરતી વખતે ગૂંગળામણથી પ્રેમિકાનું મોત

મુંબઈ પોલીસે ૨૩ વર્ષય એક ઈઝરાયલના યુવક પર તેની પ્રેમિકાના મોત મામલે કેસ દાખલ કર્યો છે. ઈઝરાયલનો યુવક ઓરિરોન યાકોવ પર ગત ૧ જુલાઈના રોજ સોમવારે કેસ દાખલ કરાયો છે. યાકોવ હાલ ઈઝરાયલમાં છે અને પોલીસે હવે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. યાકોવ પર કેસ મૃતક છોકરીનો ફોરેન્સિક તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ કર્યો છે.
ફોરેન્સિક રિપોર્ટમાં યાકોવની ૨૦ વર્ષીય પ્રેમિકાનું મોતને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જે ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે તેમાં કહેવાયું છે કે, સેક્સ દરમિયાન શ્વાસ રૂંધાવાથી છોકરીનું મોત થયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધ બનાવતી વખતે છોકરીના ગળા પર દબાણ કરવામાં આવ્યું હતું જેના કારણે છોકરીનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેનું મોત થઈ ગયું.
ગત વર્ષે માર્ચ મહિનામાં યાકોવ અને તેની પ્રેમિકા ભારતમાં ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બન્ને સાઉથ મુંબઈના કોલાબા વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન એક દિવસ યાકોવે પોલીસને ફોન કરીને જણાવ્યું કે, તેની પ્રેમિકા હોટલના રૂમમાં બેભાન હાલતમાં પડી છે. માહિતી મળતા જ તે સમયે પોલીસ યાકોવની હોટલમાં પહોંચી હતી.

Related posts

પાઘડીને હિજાબ સાથે ન સરખાવી શકાય : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

મોદી સરકાર રોજગારી પર સર્વોચ્ચ ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

બેગુસરાય સીટ પર ગિરીરાજ અને કનૈયા કુમાર વચ્ચે ટક્કર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1