Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર ચાર વર્ષમાં અનેક મોરચા પર ફ્લોપ : રાહુલ ગાંધી

કેન્દ્રની મોદી સરકારના સત્તામાં ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મોદી સરકારે આજે પોતાના રિપોર્ટ કાર્ડ રજુ કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સરકારના ચાર વર્ષના કાર્યકાળને અનેક મોરચાઓ પર નિષ્ફળ તરીકે ગણાવીને તેની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને સરકારની અનેક મામલાઓ પર ગ્રેડીંગ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્‌વીટર ઉપર ગ્રેડીંગ આપતા કહ્યું છે કે સરકારના રિપોર્ટ કાર્ડ અનેક મોરચા ઉપર લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ છે. રાહુલે કહ્યું હતું કે કૃષિ, વિદેશ નીતિ, ફ્યુઅલની કિંમતો, નોકરીની તકો ઉભી કરવા જેવા મુદ્દા પર મોદી સરકારને એફ ગ્રેડ આપી શકાય છે. રાહુલ એમ પણ કહ્યું હતું કે મોદી સરકારને નવા નવા નારાબાજી કરવા અને સેલ્ફ પ્રમોશનમાં એ પ્લસ ગ્રેસ મળી શકે છે. આ ઉપરાંત યોગને બી ગ્રેડ આપવામાં આવ્યો છે. મોદી સામાન્ય રીતે યોગને મહત્વપૂર્ણ ગણાવીને જીવનમાં પૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ માટે આને મહત્વપૂર્ણ ગણે છે. ૨૪મી મેના દિવસે મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરીને પણ ચર્ચા જગાવી છે. મોદીએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ ટૂંકમાં જ પોતાના વીડિયો પણ શેયર કરશે. રાહુલે કહ્યું છે કે તેઓ પોતે પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતોને લઈને મોદીને એક ચેલેન્જ આપી ચુક્યા છે પરંતુ આ સંદર્ભમાં જવાબ મળી રહ્યા નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે. રાહુલે કહ્યું છે કે જો જવાબ મળશે નહીં તો કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડિઝલના મુદ્દા પર રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવશે અને સરકારને ફરજ પાડશે. ફ્યુઅલ ચેલેન્જને લઈને પ્રતિક્રિયાની તેઓ રાહ જોઈ રહ્યા છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું છે કે મોદી સરકારના રિપોર્ટ એજ કહે છે કે માસ્ટર કોમ્યુનિકેટર, જટીલ મુદ્દા પર સંઘર્ષ અને ઓછા સમય માટે ચર્ચા મેળવી લેવાની બાબતનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હંમેશની જેમ જ પ્રહારો જારી રાખ્યા હતા.

Related posts

સ્વિસ બેંકમાં ભારતીયોના કાળાધનનો આંકડો કેટલો છે તેની જાણ નથી : સરકાર

aapnugujarat

દેશમાં ટમેટાંનાં ભાવ ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા

aapnugujarat

દક્ષિણી કાશ્મીરમાં ક્રિકેટ પહેલા વાગ્યું પીઓકેનું રાષ્ટ્રગીત, આતંકીઓના નામ પર વહેંચાયા એવોર્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1