Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો

કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે વિશ્વાસમત જીતી લીધો હતો. ફ્લોર ટેસ્ટ દરમિયાન કુમારસ્વામીની તરફેણમાં ૧૧૭ ધારાસભ્યોના મત પડ્યા હતા. આ રીતે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભામાં બહુમતિ પુરવાર કરી દીધી હતી. કુમારસ્વામી હવે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રહેશે. આની સાથે જ કર્ણાટકમાં હાલમાં ચાલી રહેલી રાજકીય ડ્રામેબાજીનો અંત આવી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, બહુમત પરીક્ષણથી પહેલા ગૃહમાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી અને ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. બીજી બાજુ વિધાનસભામાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કુમારસ્વામી ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં નહીં આવે તો ભાજપ ૨૭મી મેથી રાજ્યવ્યાપી બંધ પાળશે. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, સત્તા માટે જેડીએસ અને કોંગ્રેસ કંઇ પણ કરી શકે છે. યેદીયુરપ્પાએ કોંગ્રેસના નેતા કુમારસ્વામી ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોઇના માટે વિલનની બાબત છે અને કોઇના માટે હિરોની બાબત રહેલી છે. વિધાનસભામાં ભાજપે છેલ્લી ઘડીએ સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પરત ખેંચી લીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના રમેશકુમારને સર્વસંમતિથી સ્પીકર તરીકે બનાવી દેવામાં આવ્યા હતા. આ ફ્લોર ટેસ્ટથી પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે આ જીતને મોટી જીત તરીકે ગણવામાં આવે છે. કર્ણાટકમાં હાલમાં ભારે ઉથલપાથલનો દોર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હાઈડ્રામા અને પાવરબ્રોકિંગનો દોર અનેક દિવસ સુધી ચાલ્યા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ ૨૩મી મેના દિવસે કર્ણાટકના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસના રાજ્યપ્રમુખ જી પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ બેંગ્લોરમાં આયોજિત શપથગ્રહણ કાર્યક્રમમાં બંનેને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણને હાઈપ્રોફાઇલ બનાવવા માટે તમામ પ્રયાસ થયા હતા.૨૦૦૭ બાદથી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામીની આ બીજી અવધિ છે. તે વખતે તેઓ ૨૦ મહિના સુધી આ હોદ્દો જાળવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગયા સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળીને તેમની સાથે વાત કરી હતી. કર્ણાટકમાં હાઇડ્રામાની સ્થિતિ વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોઇ પાર્ટીને બહુમતિ મળી ન હતી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ૧૦૪ સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને ક્રમશઃ ૭૮ અને ૩૭ સીટો મળી હતી. યેદીયુરપ્પાએ સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ તેમની શપથવિધિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ભારે હાઈડ્રામાની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આખીરાત સુનાવણી ચાલી હતી ત્યારબાદ યેદીયુરપ્પાને ૨૪ કલાકમાં બહુમતિ પુરવાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. યેદીયુરપ્પા આમા નિષ્ફળ ગયા હતા અને ૫૫ કલાક સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ રાજીનામું આપ્યું હતું. આની સાથે જ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.

Related posts

ટ્રાફિકના નિયમ તોડનારા ચેતી જજો

editor

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત ૧૧માં દિને થયેલ ઘટાડો

aapnugujarat

ओबीओआर के कारण कर्ज में फंस जाएगा दक्षिण एशिया : संयुक्त राष्ट्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1