Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ વચ્ચે રહી શકે છે : હવામાન વિભાગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરીવાર ફરી વળ્યું છે. આજે અમરેલીમાં પારો ૪૩ ઉપર પહોંચી ગયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. તાપમાન ૪૧થી ૪૩ની રેંજમાં રહી શકે છે. બીજી બાજુ વધતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં હાલ વાવાઝોડા અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ગરમી તીવ્ર બની છે. તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ સાથે આજે સૌથી વધારે ગરમીનો અનુભવ અમરેલીમાં થયો હતો જ્યાં પારો ૪૩ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં આજે ૪૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. દેશમાં હાલ વાતાવરણમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળે છે. હવામાન વિભાગ તરફથી વધુ તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

Related posts

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર

editor

भाजपा शंकरसिंह को ब्लेकमेइल करेगी तो कांग्रेस साथ रहेगी

aapnugujarat

ગુજરાતના વધુ ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1