Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૦૩ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦૩ પોઇન્ટ ઉછળીને ૩૫૩૧૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૨૪ પોઇન્ટ ઉછળીને ૧૦૭૪૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દબાણ અનુભવ કરવામાં આવી રહ્યો છે.
ઇરાન ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની સીધી અસર ગ્લોબલ ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર થશે. આજે એચપીસીએલ અને બીપીસીએલમાં ૦.૬ ટકા અને ૧.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. જો કે, આઈઓસીમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો. તાતા કન્સલ્ટન્સીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. ક્રૂડની કિંમતોમાં આજે સાડા ત્રણ વર્ષની ઉંચી સપાટી જોવા મળી હતી. એશિયન બજારમાં અમેરિકાના ઇરાન પર પ્રતિબંધની અસર જોવા મળી હતી. ઇરાન સાથે સમજૂતિ કરીને આગળ વધી રહેલી ઘણી કંપનીઓને આની માઠી અસર થશે. ટ્રમ્પની આ હિલચાલને ઇરાન અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તંગ રહેલા સંબંધોને જવાબદાર ગણવામાં આવશે. એશિયન શેરબજારમાં મંદીની અસર રહી હતી પરંતુ ભારતીય શેર બજારમાં તેની કોઇ અસર જોવા મળી ન હતી. નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. માર્ચ ૨૦૧૮ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા હવે જારી કરવામાં આવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્‌સ, નેસ્લે ઇન્ડિયા, તાતા કોમ્યુનિકેશન, ટાઇટન કંપની, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઝી એન્ટરટેઇનમેન્ટના પરિણામ ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે જીલેટ ઇન્ડિયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. શેરબજારમાં મંગળવારના દિવસ કારોબારના સેંસેક્સ ૮ પોઇન્ટ ઉછળી ૩૫૨૧૬ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૨ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૧૮ નોંધાઈ હતી.

Related posts

દેવું ચૂકવવા માટે સંપત્તિ વેચી શકે છે ટાટા સ્ટીલ

aapnugujarat

रियल्टी कंपनियां कंपनी संचालन पर ध्यान दें, वाजिब कीमत पर मकान पेश करें : पुरी

aapnugujarat

ડેનમાર્ક પર ક્રોએશિયાની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1