Aapnu Gujarat
રમતગમત

આજે રાજસ્થાન – પંજાબ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પણ મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આ મેચને લઇને બન્ને ટીમો સંપૂર્ણપણે તૈયાર છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ઇન્દોરમાં રાજસ્થાન રોયલ્સ પર છ વિકેટે જીત મેળવી લીધા બાદ આ ટીમ હવે વધારે હોટફેવરટી દેખાઇ રહી છે. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૨ રન કર્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઇલેવનની ટીમે ચાર વિકેટ ગુમાવી ૧૫૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમે નવ મેચો પૈકી માત્ર ત્રણમાં જીત મેળવી છે. જ્યારે છમાં તેની હાર થઇ છે. આવી જ રીતે કિગ્સ ઇલેવનની ટીમે નવમાં છમાં જીત મેળવી છે અને તેની ત્રણમાં હાર થઇ છે. તેના ૧૨ પોઇન્ટ છે. તે ત્રીજા સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં હવે સૌથી પાછળની ટીમોમાં સામેલ છે. તે જોતા રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન પણ દેખાવ સુધારવા માટે તૈયાર છે. ટેબલમાં હાલમાં સનરાઇઝ હૈદરાબાદ પ્રથમ સ્થાને છે. કિગ્સ ઇલેવન પંજાબને પણ હવે હારવાની બાબત પોષાશે નહી. આવી સ્થિતીમાં આ મેચ રોમાંચક બનનાર છે. જયપુરમાં તમામ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બન્ને ટીમોમાં તમામ સ્ટાર ખેલાડી છે. જેથી મેચ રોમાંચક રહેશે.આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે.

Related posts

VVS LAXMAN ने खोला बतौर कप्तान धोनी की सफलता का राज

editor

बुमराह आज के समय में दुनिया के बेहतरीन गेंदबाज : सचिन तेंदुलकर

aapnugujarat

૨૦૧૮ ફુટબોલ વર્લ્ડકપ ક્વાલિફાઇંગ : સ્પેન આજે વર્લ્ડકપમાં સ્થાન મેળવવાના હેતુ સાથે ઉતરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1