Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રીશ્રી તા. ૮ ના રોજ સોમનાથના ત્રિવેણઘાટ થી હિરણ નદીના ડિસીલ્ટીંગ કામગીરીનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યનદી હિરણમાંથી ત્રિવેણીઘાટ પાસેથી ડિસીલ્ટીંગ કામગીરીનો શુભારંભ કરાવશે. તા. ૮ મે ના રોજ જિલ્લા વહિવટીતંત્ર સાથે સિંચાઈ વિભાગ દ્રારા આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સિંચાઈ કાર્યપાલક ઈજનેર વ્યાસ, માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર જોષી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ત્રિવેણીઘાટ ઉપરાંત પાર્કીંગ સ્થળ સહિતની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજનમાં સહયોગી થઈ રહ્યા છે.

ત્રિવેણીઘાટથી ડિસીલ્ટીંગ કામગીરી માટે અંદાજીત રૂા. ૫૦ લાખનો ખર્ચ થનાર છે તેમ જણાવી ક્ષાર અંકુશ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર આર.કે.સામાણીએ કહ્યું કે, આ સમગ્ર કામગીરી માટે આધુનીક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. આ કામગીરીથી ત્રિવેણીઘાટની સંદરતામાં પણ વધારો થશે.

ગીર સોમનાથ જિલ્લામાં નદીઓને પુન:જીવીત કરવા ઉપરાંત જળસંચય અને જળસંગ્રહના કામો જેવા કે હયાત તળાવ, ચેકડેમ ઉંડા કરવા, ખેત તલાવડી, કુવા રીચાર્જ, તળાવ ઉંડુ ઉતારવા, વન તલાવડીઓનું નિર્માણ સહિતનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં હાલ ૩૦ ઉપરાંત મનરેગા યોજના, સિંચાઈ વિભાગ તથા નગરપાલીકાઓ દ્રારા વિવિધ કામો છે. તા. ૮ ના રોજ સોમનાથ જળસંગ્રહની આ સમગ્ર કામગીરીને મુખ્યમંત્રીશ્રી સોમનાથ આવનાર હોય વધુ વેગ મળશે.

રીપોર્ટ: ભાસ્કર વૈધ સોમનાથ

Related posts

रोहित शर्मा ने इंटरनेशनल करियर में पूरे किए 14000 रन

aapnugujarat

જાહેરાત-ન્યૂઝ આપવા બાબત

aapnugujarat

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત

editor

Leave a Comment

UA-96247877-1