Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લગ્ન વગર પણ લિવ ઇનમાં બે પુખ્તવયના લોકો રહી શકે : સુપ્રીમ કોર્ટ

દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો યુવક પુખ્તવયનો છે અને ૨૧ વર્ષથી ઓછી વયનો છે તો પણ તે પુખ્તવયની યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહી શકે છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે, બે પુખ્તવયના લોકો જો લગ્નની વયમાં નથી તો તેઓ ઇચ્છે તો પોતાની ઇચ્છાથી લગ્ન વગર સાથે રહી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાનૂનમાં પણ લીવ ઇન રિલેશનશીપને માન્યતા આપવામાં આવી છે. લગ્નની વય વગર પણ લીવ ઇન રિલેશનશીપમાં બે પુખ્તવયના લોકો રહી શકે છે. યુવકની વય ૨૧ વર્ષથી ઓછી હોવાના કારણે હાઈકોર્ટે યુવતીના પિતાની અરજીને મંજુર કરી લીધી હતી અને યુવતીને પિતાની કસ્ટડીમાં મોકલી દીધી હતી. સુપ્રીમ કોર્ટે યુવકની અરજી સ્વીકાર કરીને કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે અને કહ્યું છે કે, યુવતી ૧૮ વર્ષથી ઉપરની વયની છે અને તે પોતાની ઇચ્છાથી જ્યાં ઇચ્છે ત્યાં રહી શકે છે. યુવતીએ કહ્યું હતું કે, તે પોતાની ઇચ્છાથી યુવકની સાથે રહેવા માંગે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, યુવક-યુવતીની હિન્દુ રીતિથી ૧૨મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે લગ્ન થયા હતા. લગ્નના સમયે યુવતી ૧૯ વર્ષની અને યુવક ૨૦ વર્ષનો હતો. ત્યારબાદ યુવતી યુવકની સાથે પત્નિ તરીકે રહી હતી. યુવતીના પિતાએ આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી. કેરળ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, યુવકની વય લગ્ન કરવા માટેની નથી જ્યારે યુવતીની વય લગ્ન કરવા માટેની છે. આવી સ્થિતિમાં તે કાયદાની દ્રષ્ટિએ પત્નિ નથી. બંને પરણિત છે. આના માટે નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. હાઈકોર્ટે પિતાની અરજી સ્વીકારીને યુવતીને તેમની પાસે મોકલી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો બાદ આ મુજબનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદાને બદલીને કહ્યું હતું કે, પસંદ કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. યુવતી પુખ્તવયની છે અને તે પોતાની પસંદથી જેની સાથે રહેવા ઇચ્છે તેની સાથે રહી શકે છે.

Related posts

વિજય માલ્યાના પ્રત્યાર્પણને લંડન કોર્ટે લીલી ઝંડી આપી દીધી

aapnugujarat

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

aapnugujarat

લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છે : મેનકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1