Aapnu Gujarat
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

આંધ્રપ્રદેશના અનંતપુરમાં બે માસૂમ બાળકોના મોત તે સમયે થયા, જ્યારે ભૂખ મિટાવવા માટે માટીના ઢેફા ખાઈ લીધા. બાળકોનું નામ ચે સંતોષ અને વેન્નેલા. ૩ વર્ષનો સંતોષ અને ૩ વર્ષની વેન્નૈલા માસિયાઈ ભાઈ બહેન હતા. આ બંને બાળકોના માતા-પિતા છૂટક મજદૂર છે.રિપોર્ટ અનુસાર, વેન્નૈલા પોતાની માસી નાગમણીના ઘરે રહેતી હતી. ખાવાનું ન મળવાના કારણે બંને બાળકો માટી ખાવાના આદતી બની ગયા.
એક અંગ્રેજી વેબ પોર્ટલ અનુસાર, સંતોષનું મોત ૬ મહિના પહેલા થયું, જ્યારે બહેન વેન્નૈલાનું મોત ૮ એપ્રિલના રોજ થયું. પાડોસિઓનું કહેવું છે કે, બંનેના મોત ભૂખના કારણે માટી ખાવાથી થયા છે.
જિલ્લા સ્વાસ્થ્ય અને ચિકિત્સા અધિકારી કેવીએનએસ અનિલ કુમારે જણાવ્યું કે, બંનેના માતા-પિતા કામની શઓધમાં બાળકોને દાદી પાસે છોડી જતા રહેતા હતા, જ્યાં આ બાળકોની સારી રીતે દેખભાળ નહોતી થતી.
તેમણે જણાવ્યું કે, બાળકોનું પોસ્ટ માર્ટમ તો નહોતું કરવામાં આવ્યું પરંતુ, એ નક્કી છે કે, તેમનું મોત ભૂખ અને કુપોષણના કારણે થયું હતું.
આસપાસના લોકોનું કહેવું છે કે, આ પરિવાર ઘણો ગરીબ હતો અને તેમની પાસે ક્યારેક-ક્યારેક ખાવા માટે પણ કઈં ન હતું. આ પરિવાર પાસે રાશનકાર્ડ પણ નથી કેમકે, આધારકાર્ડ ન હોવાના કારણે તંત્ર રાશકાર્ડ પણ નહોતો બનાવી શકતો.
બાળકોના અધિકારો માટે લડતી એનજીઓ ’બાલાલા હક્કુલા સંઘમ’ની અધ્યક્ષ અચ્યુતા રાવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચને પત્ર લખી ન્યાય અપાવવાની માંગ કરી છે. હવે આ પરિવારના તમામ બાળકોને બાળ ગૃહ મોકલી દેવામાં આવ્યા છે.

Related posts

રોહિંગ્યા મામલે અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષનું નિવેદન,- ‘દેશની સુરક્ષા સૌથી પહેલા’

aapnugujarat

ED arrests P. Chidambaram under PMLA in INX media case

aapnugujarat

तमिलनाडु में केरल की बस और ट्रक की टक्कर में 20 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1