Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોહિંગ્યા મામલે અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષનું નિવેદન,- ‘દેશની સુરક્ષા સૌથી પહેલા’

દેશમાં હાલ લગભગ ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસલમાનોને તેમના દેશ પાછા મોકલવાના સરકારના વલણનું સમર્થન કરતા રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ સૈયદ ગૈયૂરુલ હસન રિઝવીએ આજે કહ્યું કે શરણાર્થીઓ અને માનવતા તેમની જગ્યાએ છે પરંતુ દેશની સુરક્ષા સૌથી પહેલા આવે છે. રિઝવીએ કહ્યું કે ‘અમારું પણ એ જ વલણ છે જે સરકારનું વલણ છે. બાંગ્લાદેશે પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આવામાં આપણા ત્યાં સુરક્ષાને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે. લોકોની મદદ અને માનવતા તેમની જગ્યાએ છે પરંતુ દેશની સુરક્ષા સૌથી પહેલા છે.’
રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ રિઝવીએ સવાલ કર્યો કે ‘શરણાર્થી શિબિરોમાં લોકોને વસાવવાથી સુરક્ષા સંબંધિત ખતરો ઊભો થશે તો તેની જવાબદારી કોણ લેશે?’ રિઝવીએ કહ્યું કે ‘જ્યાં સુધી મદદની વાત છે તો ઓપરેશન ઈન્સાનિયત અંતર્ગત મદદ પહોંચાડવામાં આવી રહી છે. સરકારે રોહિંગ્યા શરણાર્થીઓ માટે બાંગ્લાદેશ મદદ પહોંચાડી છે. ભારતે હંમેશા માનવતાની મદદ કરી છે.’ અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષે એમ પણ કહ્યું કે ‘રોહિંગ્યાના મામલાને ધાર્મિક ચશ્માથી જોવો જોઈએ નહીં. આ માનવીય સમસ્યા છે પરંતુ આ સાથે જ ભારત માટે ખતરાની આશંકા છે.
માનવીય મદદ થઈ રહી છે અને સુરક્ષા ખતરાને પણ ધ્યાનમાં રાખીને કામગીરી થઈ રહી છે. આવામાં સરકારના પગલાં પર સવાલ કરવો યોગ્ય નથી.’સુપ્રીમ કોર્ટ રોહિંગ્યા મુસલમાન શરણાર્થીઓને પાછા મ્યાનમાર મોકલવાના સરકારના ફેસલાને પડકારતી અરજી પર ૧૮ સપ્ટેમ્બરે સુનાવણી કરશે.

Related posts

રાહુલ ભાજપ માટે તાકાત બની ગયા છે : ઓવૈસી

aapnugujarat

गरीबों की जेब काट रही है भाजपा : प्रियंका

aapnugujarat

સપના ચૌધરી પર સસ્પેન્સ : કુમાર વિશ્વાસને ભાજપમાં લવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1