Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા શકીલ અહમદને ફટકો, પાર્ટીએ દેખાડી દીધો બહારનો રસ્તો

પાર્ટી સામે બગાવતી વલણ દેખાડવાનું કોંગ્રેસ નેતા શકીલ અહમદને ભારે પડ્યું છે. કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતા શકીલ અહમદને પાર્ટીમાંથી બહાર કરી દેવાનો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, શકીલ અહમદને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.શકીલ અહમદની સાથે સાથે પાર્ટી નેતા ભાવના ઝાને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભાવના પર પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ રહેવાનો આરોપ લાગતો રહ્યો છે. બંને નેતાઓને બહાર કરવાનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટીએ લીધો છે.કોંગ્રેસ પાર્ટીના બગાવતી નેતા શકીલ અહમદ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શકીલ અહમદનું પાર્ટીમાંથી સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. બિહારના મધુબની સીટ પરથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ ન મળવાથી નારાજ શકીલે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને તેમણે ઉમેદવારી પણ નોંધાવી હતી.
કોંગ્રેસના સંવિધાન અનુસાર, પાર્ટી લાઈનથી બહાર જઈને મધુબનીથી અપક્ષ ચૂંટણી લડવાના કારણે શકીલ અહમદની સભ્યતા રદ કરવામાં આવી છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મધુબની સીટ પરથી મહાગઠબંધને વીઆઇપીના ઉમેદવારને ટિકિટ આપી છે, જેને કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત છે.તમને જણાવી દઈએ કે, શકીલ અહમદને બિહારમાં કોંગ્રેસની સાથે અલ્પસંખ્યકોનો પણ મોટો ચહેરો માનવામાં આવે છે. તેમણે પાર્ટી સાથે બગાવત કર્યા બાદ ટિકિટની માંગને લઈ અલ્ટીમેટમ પણ આપ્યું હતું, જેને પાર્ટીએ કાને ધર્યું ન હતું.

Related posts

Pakistan is a hub of terrorism, spreading lies on Kashmir : India to UN

aapnugujarat

मनमोहन सिंह, राजन के दौर में बैंकिंग सबसे बदतर दौर में पहुंची : वित्त मंत्री

aapnugujarat

કઠુઆ ગેંગરેપ : સુનાવણી પર ૭મી મે સુધી મનાઈહુકમ હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1