Aapnu Gujarat
ગુજરાત

બિટકોઇનના કેસમાં ફરાર PI અનંત પટેલની અડાલજથી ધરપકડ

રાજયભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઈનના ચકચારભર્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા અને સમગ્ર મામલામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એવા અમરેલીના પીઆઈ અનંત પટેલની ગાંધીનગર અડાલજ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે ધરપકડ કરી લીધી હતી. બિટકોઇન કેસમાં પીઆઇ અનંત પટેલની ધરપકડ થતાં સમગ્ર પોલીસ બેડામાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. બિટકોઈન કેસમાં પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારી સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો ત્યારથી જ પીઆઈ અનંત પટેલ ફરાર હતા. જો કે, આજે છેલ્લા કેટલાક દિવસોની સઘન તપાસ બાદ શહેર ક્રાઇમબ્રાંચને સફળતા મળી હતી અને અડાલજ પાસેથી પીઆઇ અનંત પટેલ ઝડપાઇ ગયા હતા. ચકચારભર્યા બિટકોઇન પ્રકરણમાં ગુનો નોંધાયા બાદ એક પછી એક પોલીસ કર્મચારી આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી હતી, ત્યારથી જ અમરેલી પીઆઈ અનંત પટેલ ગાયબ થઈ ગયા હતા. એક સમયે તેમની કાર પણ જંગલમાંથી મળી આવી હતી પરંતુ પીઆઈ ક્યાં છે તેની કોઈ માહિતી મળી નહોતી. આખરે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અડાલજ પાસે આવેલા સેન્ટોઝા બંગલો પાસેથી એક પાનના ગલ્લા પરથી પીઆઈ અનંત પટેલને સિફતતાપૂર્વક ઝડપી લીધા હતા. પીઆઇ અનંત પટેલની ધરપકડના સમાચાર વહેતા થતાંની સાથે જ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે જ્યારે પીઆઈ અનંત પટેલની ધરપકડ કરી ત્યારે પોતાની ઓળખ છુપાવવા માટે મુંડન કરાવેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમ તેમને ઓળખી લીધા હતા અને તેઓ ત્યાંથી ફરાર થાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી. શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા બિટકોઇન મામલામાં પીઆઈ અનંત પટેલની પૂછપરછ કરી રહ્યું છે. ત્યારબાદ તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ દરમિયાન અનંત પટેલની ઓળખ સમી તેમની બ્લેક કલરની સફારી કારમાં તે નીકળે ત્યારે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં જતા તેને લોકો જોઈ રહેતા હતા. દરમિયાન બીટકોઈન મામલે તેનું નામ સપાટી પર આવતા જ રજા પર ઉતરી ગયા હતા તેમજ અનંત પટેલનો ક્યાંય પત્તો મળતો ન હતો.પોલીસ તેની શોધખોળ કરીને થાકી હતી. સીઆઈડી ક્રાઈમે ગુનો દાખલ કર્યા અનંત પટેલ નાસતા ફરતા હતા. જો કે, ક્રાઇમબ્રાંચે તેના ઇનપુટ્‌સના આધારે તેમને અડાલજ પાસેથી ઝડપી લીધા હતા. નાસતો ફરતો હતો.

Related posts

ગણેશોત્સવમાં ૯ ફૂટથી વધુ ઉંચી નહીં બનાવી શકાય

aapnugujarat

ઈડરમાં ૪ ઈંચથી વધુ વરસાદ

aapnugujarat

અમદાવાદ જિલ્લાના ૪૪૭ ગામો, ૬ પાલિકામાં આજથી પાણી સપ્લાય બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1