Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણી : યેદિયુરપ્પાએ પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવ્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિક ગતિવિધિઓ પણ વધતી જાય છે. ભાજપ, કોંગ્રેસની તરફથી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા બાદ નામાંકન દાખલ કરવા માટેનો દોર પણ ચાલુ થઈ ચુક્યો છે. ગુરૂવારે ૧૯મી એપ્રીલે કર્ણાટકમાં ભઝાપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે મીડિયા સાથે ચર્ચા કરી હતી. તે કર્ણાટક ચૂંટણીમાં ૩૦ હજારથી ૪૦ હજાર મત્તથી જીત પ્રાપ્ત કરશે. અન્ને ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પા કર્ણાટકનાં શિકારીપુરાથી ચૂંટણી લડવાનાં છે. તેઓ હાલ પોતાની પરંપરાગત શિમોગ લોકસભા સીટથી સાંસદ હોવા ઉપરાંત કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ પણ છે. ૨૦૦૮ વિધાનસભા ચૂંટણીમાં તે એક રાજ્યનાં ૧૯માં મુખ્યમંત્રી બન્યા હતા. યેદિયુરપ્પા દક્ષિણ ભારતમાં ભાજપનાં પહેલા મુખ્યમંત્રી હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પાર્ટી અધ્યક્ષ બનેલા અમિત શાહે યેદિયુરપ્પા પર વિશ્વાસ કર્યો છે. હાલમાં રાજનીતિક સમીકરણની વાત કરીએ તો ૨૦૧૩માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશની કુલ ૨૨૪ સીટોમાંથી ૧૨૨ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. જ્યારે ભાજપના ખાતે ૪૦ સીટો આવી હતી, જેડીએસના ખાતે ૪૦ સીટો ગઈ હતી. ભાજપમાં બળવો કરનાર નેતા યેદિયુરપ્પાનાં ખાતે માત્ર ૬ સીટો ગઈ હતી. કર્ણાટકની ૨૨૪ સીટો પર ૧૨મેના રોજ મતદાન યોજાશે. ૧૫મેનાં રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં બે મુખ્ય પાર્ટી સત્તારૂક્ષ કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યાર સુધી કર્ણાટકની ૬ વખત મુલાકાત લઈ ચુક્યા છે. તો ભાજપનાં વરિષ્ઠ નેતાઓ પણ એક પછી એક કર્ણાટકની મુલાકાતો કર્યા કરે છે.

Related posts

આતંકીઓએ એવો મોબાઈલ વિકસાવ્યો જેને ભારત પણ નહીં પકડી શકે

aapnugujarat

યુવકે કુતરી સાથે રેપ કરતા ખળભળાટ

aapnugujarat

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1