Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજ બી.એચ. લોયાનું મોત કુદરતી, સ્વતંત્રતા તપાસનો સવાલ નથી : સુપ્રીમ કોર્ટ

સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટરના મામલે સુનાવણી કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ જજ બીએચ લોયાના મોતની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીને ફગાવતા કહ્યું હતું કે, આ રાજનીતિક લડાઈને ન્યાયપાલિકા સુધી લાવવા જેવી કે આમા કોઇ મેરિટ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હુતં કે, જજ બીએચ લોયાનું મોત પ્રાકૃતિકરીતે થયું હતું અને આ મામલે ચાર જજોએ નિવેદન આપ્યા હતા જેના પર શંકા કરવી યોગ્ય નથી. સુપ્રીમે કહ્યું હતું કે, ન્યાયપાલિકાની સ્વતંત્ર પર ખુલ્લી રીતે પ્રહાર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાજનીતિક લડાઈમાં ન્યાયપાલિકાને વચ્ચે લાવવામાં આવી રહી છે. આ અરજી રાજનીતિક આધારિત છે. રાજનીતિક દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, લોયા કેસ જ્યારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે એક મેગેઝિન અને અખબારમાં ન્યાયપાલિકાની છવિને ખરાબ કરવા અંગે રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
જનહિતની અરજીમાં કોઇપણ તથ્ય દેખાતું નથી. આનો ઉદ્દેશ્ય માત્રને માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ખરાબ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અરજી કરનારાઓ અને તેમના વકીલોએ ન્યાયપાલિકાની ગરિમાનો વિચાર કરવો જોઇએ પરંતુ તેમણે હણી કાઢવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજી રાજનીતિક સ્વાર્થ અને બદલાની ભાવનાની રાજનીતિક ઉપજ બની ગઈ છે.

રાજનીતિક લડાઇને કોર્ટમાં ન ઘસડે કોંગ્રેસ : રવિશંકર
સીબીઆઈ જજ લોયાના મોત મામલે સુપ્રીમ કોર્ટના સીટ દ્વારા તપાસના ઇન્કાર બાદ આ મામલે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહી છે. જ્યારે એક બાજુ કોંગ્રેસ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ પર અડિગ છે જ્યાં બીજી બાજુ ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ રાજનીતિક લઇને કોર્ટના રસ્તે લડવા માંગી રહી છે. કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, આ કેસ લોકોની માટે નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીની રુચિ માટે હતો. આના મારફતે કોંગ્રેસ પાર્ટી ભાજપ અને ખાસ કરીને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ઇમેજ ખરાબ કરવા ઇચ્છતી હતી. રવિશંકરે જણાવ્યું હતું કે, અદાલતે કહ્યું હતું કે, રાજનીતિક લડાઈઓને રાજનીતિક મેદાનમાં જ લડવી જોઇએ. આનો મતલબ એ હતો કે, આ કેસને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની વિરુદ્ધ રાજનીતિક લડાઈ તરીકે લડવો જોઇએ. કેન્દ્રીયમંત્રી રવિશંકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને અનુરોધ કરું છું કે, તેઓ અદાલત મારફતે રાજનીતિક લડાઈ ન લડે. રવિશંકરે કહ્યું હતું કે, ભાજપના નેતાઓ હજુ સુધી આ મામલે કોઇ ટિપ્પણી કરી રહ્યા ન હતા કારણ કે, આ મામલો કોર્ટમાં હતો. રાહુલ ગાંધી આ દરમિયાન રાષ્ટ્રપતિને મળીને અનેક આક્ષપો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસને ૧૦ મુદ્દાઓ જણાવીને તેમની મોતને સંદિગ્ધ જણાવી હતી એટલા માટે તપાસ જરૂરી છે.

Related posts

આઝમગઢમાં અખિલેશ અને નિરહુઆ વચ્ચે જંગ ખેલાશે

aapnugujarat

पाक. ने LOC के पास ‘भारतीय ड्रोन’ को मार गिराने का दावा किया

editor

Fresh snowfall in Gulmarg, Pahalgam

aapnugujarat

Leave a Comment

UA-96247877-1