Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડુંગળીએ ખેડૂતોને ફરી રડાવ્યાં

લાસલગાવની એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ(એપીએમસી)માં ડુંગળીના ભાવ ઘટાડીને પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૦૦ થયા છે જે આ સિઝનના સૌથી ઓછા ભાવ માનવામાં આવે છે. હાલ ખેડુતો ખરાબ ગુણવત્તા વાળી ડુંગળી કાઢી રહ્યા છે એવું લાસલગાવ ખાતેની એપીએમસીના અધિકારીએ જણાવ્યુ હતું.
મંગળવારે માર્કેટમાં ૧૦,૦૦૦ ક્વિન્ટલ ડુંગળીની આવકો થઈ હતી જેમાં સાથે ડુંગળીના મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ..૭૧૬ અને લઘુત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ..૪૦૦ થયા હતા તથા સરેરાશ ભાવ રૂ.૬૦૦ પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે.ગત સપ્તાહે શુક્રવારે ૧૭,૦૩૦ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી જેની સાથે ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૩૦ બોલાતા હતા જ્યારે ગુરૃવારે ૧પ,૬૬પ ક્વિન્ટલ ડુંગળીની આવક થતાની સાથે ભાવ રૂ.૬૪૦ બોલાઈ રહ્યા હતાં.
અત્યારે માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળી લગભગ ખતમ થઈ ગઈ છે અને ઉનાળાની ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે. ખેડુતો સારી ગુણવત્તાની ડુંગળી વેરહાઉસ અને ગોડાઉનમાં સ્ટોર કરીને મુકી રહ્યા છે જેથી હલકી ગુણવત્તાવાળી ડુંગળી માર્કેટ યાર્ડમાં આવી રહી છે જેના કારણે હાલ ભાવ ખુબજ ઓછા બોલાઈ રહ્યા છે.મંગળવારે ડુંગળીના ભાવ રૂ.૬૦૦ પ્રતિ ક્વિન્ટલ બોલાતા હતાં. નાસિકમાં ડુંગળીનો સગ્રહ કરવામાં આવે છે એક અંદાજ પ્રમાણે લગભગ ૪૭૦૦૦ ટન ડુંગળી નાસિકના ર૦૦૦ જેટલા વેરહાઉસમાં સંગ્રહ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડુતો પણ પોતાનું વેરહાઉસ તૈયાર કર્યુ છે. અત્યારે રાજ્યમાં લગભગ ૧પ લાખ ડુંગળીને સ્ટોર કરી શકાય એટલી ક્ષમતા છે જેમાંથી ૮ લાખ ટન ગોડાઉન સરકાર દ્વારા ગ્રાન્ડેડ છે જ્યારે ૭ લાખ ટનની ક્ષમતા ધરાવતા વેરહાઉસ ખાનગી ક્ષેત્ર પાસે છે. જ્યારે સમગ્ર દેશમાં ૩૯ લાખ ટન જેટલી સ્ટોરેજની ક્ષમતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુણે, અહેમદનગર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી ડુંગળીનું ઉત્પાદન થયા છે.

Related posts

जम्मू-कश्मीर डीडीसी रिजल्ट : गुपकार 90 सीटों पर आगे, अन्य 84, भाजपा 65, कांग्रेस 29

editor

પંજાબ-હરિયાણામાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ

aapnugujarat

મહિલાઓ લગ્નેત્તર સંબંધો રાખે તો ગુનો ન ગણાય : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1