Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં સોનાનાં ભંડારની માહિતી મળતા ઉંડી શોધખોળ

રાજસ્થાનમાં થડાક સમય પહેલા સોનાના ભંડારની માહિતી મળ્યા બાદ તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. સાથે સાથે નવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અન્ય કિંમતી ખનિજ ભંડારો મળવાની પણ શક્યતા છે. હાલમાં જ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં ૧૧.૪૮ કરોડ ટન સોનાના ભંડાર હોવાની વિગત મળી છે. સોનાના આ ભંડાર અંગે માહિતી મળતા તમામનુ ધ્યાન હવે તેની તરફ ખેંચાયુ છે. રાજસ્થાનમાં સોનાની શોધમાં નવી સંભાવના દેખાઇ રહી છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લાના ભુકિયા ડગોચામાં સોનાના ભંડાર મળ્યા છે. રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૦ બાદથી હજુ સુધી ૮.૧૧ કરોડ ટન તાંબા ભંડારની પણ માહિતી મળી છે. જેમાં તાંબાનુ સરેરાશ સ્તર ૦.૩૮ ટકા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના દેવાના બેડા, સાલિયો કા બેડા અને બાડમેર જિલ્લાના સિવાના વિસ્તારમાં અન્ય ખનીજ ભંડારો હોવાની વિગત સપાટી પર આવી છે. ે રાજસ્થાનમાં ૩૫.૬૫ કરોડ ટનના અન્ય ચીજોના જથ્થાની વિગત પણ સપાટી પર આવી ચુકી છે. તમામ લોકો જાણે છે કે ૮૧૩૩.૫ મેટ્રિક ટન સોનાનો જથ્થો અમેરિકાની પાસે છે. જે સૌથી જંગી જથ્થો છે. ભારતમાં ૫૫૭.૭ મેટ્રિક ટન સોનાનો જથ્થો છે. ભારતમાં સોનાના ભંડારની વાત કરવામાં આવે તો દુનિયામાં દસમાં સ્થાને છે. સોનાના ભંડાર અંગે વિગત મળ્યા બાદ સંબંધિત વિભાગના લોકો ધ્યાન આપી રહ્યા છે. આનાથી સમૃદ્ધિ વધારી દેવામાં મદદ મળી શકે છે.હાલમાં સોનાના ભંડારોના સંબંધમાં પ્રાથમિક વિગત આપવામાં આવી છે. વધુ વિગત નક્કર માહિતી મળ્યા બાદ જાહેર કરવામાં આવી શકે છે.

Related posts

राहुल गांधी ने कांग्रेस के राष्ट्रिय अध्यक्ष पद से दिया इस्तीफा

aapnugujarat

પ્રથમ તબક્કામાં મતદાન બાદ જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

aapnugujarat

ખેડૂતોને પેદાશ માટે પુરતા ભાવ મળતા નથી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1