Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસારામ બળાત્કાર કેસમાં ચુકાદા ઉપર તમામની નજર

સમગ્ર દેશને હચમચાવી મુકનાર આસારામ રેપ કેસમાં હવે ૨૫મી એપ્રિલના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. આ ચુકાદા પર તમામ આસારામના સમર્થકોની સાથે સાથે દેશના કાયદાકીય નિષ્ણાંતોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આસારામને કોઇ રાહત મળશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. જો કે આશારામના નજીકના લોકો હજુ પણ આશાવાદી બનેલી છે. બીજી બાજુ ચુકાદાના દિવસે મજબુત સુરક્ષા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે સાતમી એપ્રિલના દિવસે તેમના કેસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૮મી ઓગસ્ટના દિવસે રેપના આ મામલામાં કોર્ટ કાર્યવાહીમાં વિલંબને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણીમાં વિલંબ થવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરી વિલંબ થઈ રહ્યો છે. સાક્ષીઓ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલાના કારણે બે સાક્ષીઓના મોત પણ થઈ ચુક્યા છે. તમામ લોકો જાણે છે કે જોધપુર પોલીસે ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે આસારામની ધરપકડ કરી હતી. ત્યારબાદથી આસારામ જેલની હવા ખાઈ રહ્યા છે. હવે ૨૫મી એપ્રિલના દિવસે કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. શાહજહાપુરની પિડિતાના મામલામાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. પિડિતાના પરિવારના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, આસારામના સમર્થકોે દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ધાકધમકી આપવામાં પણ આવી રહી છે. આ ઉપરાંત મામલામાં બે સાક્ષીઓની હત્યા પણ કરવામાં આવી ચુકી છે. પિડિતાના પરિવારને પોલીસ તરફથી સુરક્ષા પણ ઉપલબ્ધ કરવામાં આવી ચુકી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયેલા મામલામાં આસારામને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સુરતમાં બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર બાનમાં પકડી રાખીને બળાત્કાર ગુજરવાનો આક્ષેપ કર્યો હતો. નારાયણ સાંઈ પણ હાલ જેલમાં છે. આસારામ અને નારાયણ સાંઈ બંન્ને પર સંકજો મજબુત કરવામાં આવ્યો છે. અગામી દિવસોમાં ચુકાદો આવનાર છે ત્યારે તમામની નજર ચુકાદા પર કેન્દ્રીય થઈ ગઈ છે. ખાસ કરીને આસારામના સમર્થકો ચુકાદાને લઈને ઉત્સુક દેખાઈ રહ્યા છે. જોકે આસારામને જામીન મળશે કેમ તેને લઈને ભારત સસ્પેન્સ છે.જોધપુર સેંટ્રલ જેલમાં છેલ્લા પાંચ વર્ષથી હવા ખાઈ રહેલા રેપના આરોપી આસારામના મામલામાં સુનાવણી સાતમી એપ્રિલના દિવસે પૂર્ણ કરવામાં આવી ચુકી છે. એસસી-એસટી કોર્ટ ૨૫મી એપ્રિના દિવસે આ કેસમાં ચુકાદો આપનાર છે. જેને લઇને ભારે ઇન્તજાર છે. આસારામ સાથે સંબંધિત આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં રહેતી પિડિતા સાથે સંબંધિત છે. વર્ષ ૨૦૧૩માં શાહજહાપુરની ૧૬ વર્ષીય યુવતીએ આસારામ પર તેમના જોધપુર આશ્રમમાં બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કર્યો હતો. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

Related posts

નાણામંત્રી કોણ છે તે અંગે મોદીને કોંગીનો નવો પ્રશ્ન

aapnugujarat

અયોધ્યામાં ઝડપાયેલા ૮ શંકમંદોની કડક પુછપરછ

aapnugujarat

દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર : ૨.૧૬ લાખ નવા કેસ

editor

Leave a Comment

UA-96247877-1