Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂતોને પેદાશ માટે પુરતા ભાવ મળતા નથી : રિપોર્ટ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ખેડૂત સમુદાયના લોકો ભાજપથી નાખુશ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે ખુબ વહેલીતકે ખેડૂત સમુદાયને વિશ્વાસમાં લેવાની જરૂર પડશે. કારણ કે, બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે પણ વધારે સમય નથી. આવી સ્થિતિમાં ભાજપ સરકારોને સાવધાન રહેવું પડશે. વિપક્ષનું કહેવું છે કે, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો નાખુશ છે. કારણ કે સરકાર લઘુત્તમ સમર્થન મૂલ્ય પર તેમની પેદાશોને ખરીદવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, ખેડૂત સમુદાયના લોકો રાજસ્થાન સરકારથી ખુબ જ નાખુશ છે. લોન માફીની બાબત પણ કામચલાઉ ઉકેલ તરીકે છે. રાજ્ય સરકારે કિંમત કરતા ૫૦ ટકાથી પણ ઓછી કિંમતે તેમની પેદાશોને ખરીદવાની વાત કરી હતી પરંતુ સફળતા મળી નથી જેથી ખેડૂતો દેવાની જાળમાં ફસાઈ રહ્યા છે. રાજ્ય સરકારે હાલમાં જ તમામ ખેડૂતો માટે લોન માફીની એક સ્કીમ શરૂ કરી હતી. આ યોજના શરતી રહી હતી. આવી સ્થિતિમાં ખેડૂતો નાખુશ દેખાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાન સરકાર હવે આ દિશામાં ધ્યાન આપી રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં જ કૃષિ કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. રાજસ્થાનની અંદર પણ ખેડૂતો કેટલીક બાબતોને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે.
ગયા વર્ષે મંદસોર ખેડૂતોમાં આંદોલન બાદ ભાજપના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકાર શ્રેણીબદ્ધ પગલા લઇ રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિના સંદર્ભમાં માહિતી આપવા માટે વરિષ્ઠ અધિકારીઓને કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમના વચનો આપવા માટે પણ ઇચ્છુક છે. ખેડૂતોને વિશ્વાસમાં લેવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. બંને રાજ્યોમાં ચૂંટણી નજીક હોવાથી તમામ રીતે તૈયારી થઇ રહી છે.

Related posts

નાગાલેન્ડ ચૂંટણી : અડધાથી પણ વધુ ઉમેદવાર કરોડપતિ

aapnugujarat

ખેડુતોને રાહત આપવા મોદીની તૈયારી

aapnugujarat

आतंकवादी फिर से बालाकोट में सक्रिय, बड़ी साजिश में पाक : सेना प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1