Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલાઓ લગ્નેત્તર સંબંધો રાખે તો ગુનો ન ગણાય : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા એડલ્ટ્રી એટલે કે વ્યભિચારને મહિલાઓ માટે ગુનો માનવાથી ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ એ વિચાર પણ કરશે કે એડલ્ટ્રીને અપરાધ માનવો કે નહિ. સુપ્રીમે તેનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, તે આઇપીસી-૪૯૭ની એ કલમમાં કોઈ ફેરફાર નથી કરવા ઇચ્છતી જેની અંતર્ગત અન્ય કોઈની પત્ની સાથે અનૈતિક સંબંધો રાખવા બદલ પુરૂષોને દોષિત ઠેરવવામાં આવે છે !
આ બેન્ચે જણાવ્યું હતું કે, અમે એ બાબતની તપાસ કરીશું કે આઈપીસીની આ કલમ કયાંક ‘સમાનતાના અધિકાર’ નું ઉલ્લંઘન તો નથી કરતી ! કારણ કે આ કલમ હેઠળ વ્યભિચાર કરનારી મહિલાને કાયદા હેઠળ સજા આપવાનું કોઈ પ્રાવધાન નથી ! આ મુદ્દે કેન્દ્ર સરકારે એક સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ-૪૯૭ અને સીઆરપીસીની કલમ-૧૯૮(૨) ને નાબૂદ કરવાથી સીધી અસર ભારતીય સંસ્કૃતિ ઉપર પડશે. જે લગ્ન અને તેની પવિત્રતા ઉપર ભાર મૂકે છે.ગત વર્ષે ડિસેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને કલમ-૪૯૭ની કાયદેસરતા અંગે નોટિસ મોકલાવતા કહ્યું હતું કે આ કાયદો અતિ પ્રાચીન લાગે છે જે અંતર્ગત મહિલાને પુરુષને સમકક્ષ નથી માનતો. જો કે, કેન્દ્રએ તેના સોગંદનામામાં કહ્યું હતું કે કલમ-૪૯૭માં જે પ્રાવધાન છે તે ઉચિત જ છે અને તે હોવું આવશ્યક પણ છે.કેરળમાં રહેતા જોસેફ શીને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરીને કોર્ટને કલમ-૪૯૭ની કાયદેસરતા ઉપર પુનઃવિચાર કરવા માંગ કરી હતી, તેના મતે આ કાયદો લિંગના આધારે ભેદભાવ ભર્યો છે. આ જાહેરહિતની અરજી મુજબ, ‘શું કોઈ એક સંબંધમાં માત્ર પુરુષ જ સિડ્યૂસર (બહેકનારો) હોય શકે છે ? શું મહિલા વ્યભિચારમાં લિપ્ત ન હોય શકે ? શું કોઈની પત્ની સાથે જાતીય સંબંધ બાંધવાથી માત્ર પુરુષને જ જેલ જવાનું ? શું પતિથી સંબંધની મંજૂરી મળ્યા બાદ પ્રેમિકાને નિર્દોષ ન ગણી શકાય?વળી, શું લગ્ન બહારના સંબંધો માટે પતિની સંમતિથી કોઈ મહિલા માત્ર ઉપભોગની વસ્તુ બની જાય છે ?’ કલમ-૪૯૭ એટલે કે ‘એડલ્ટ્રી’ લગ્ન બહારના સંબંધો સાથે જોડાયેલો કાયદો છે.
આ કલમ હેઠળ જો કોઈ પુરુષ અન્ય કોઈની પત્ની સાથે સંબંધ રાખે તો પુરૂષને ગુનેગાર ગણવામાં આવે છે, જે અંતર્ગત તેને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે. પરંતુ આ કાયદા હેઠળ સંબંધ રાખનારી પત્નીને આરોપી માનવામાં આવતી નથી કે તેને કોઈ સજા પણ થતી નથી !

Related posts

स्वच्छ सर्वेक्षण 2020 : इंदौर ने लगातार चौथी बार सबसे स्वच्छ शहर का खिताब हासिल किया

editor

सीएम जगन के सुरक्षा इंतजामों के लिए आंध्र सरकार ने जारी किए 24.5 लाख

aapnugujarat

જુનૈદ ફરી સિરિયલ બ્લાસ્ટ કરવા માટે ઇચ્છુક હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1