Aapnu Gujarat
બિઝનેસ

વોડાફોન-આઇડિયા ૫૦૦૦ કર્મીઓને છુટા કરવા ઇચ્છુક

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર આગામી બે મહિનામાં પોતાના ૨૧૦૦૦થી વધારે કર્મચારીઓમાંથી એક ચતુર્થાશ કર્મચારીઓને છુટા કરી શકે છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે બન્નેના મર્જર બાદ બનનાર નવી કંપનીને કુશળ બનાવવા માટે આવુ કરવામાં આવી રહ્યુ છે. આ મામલાથી વાકેફ રહેલા કારોબારી અધિકારીઓએ કહ્યુ છે કે બન્ને કંપનીઓ હાલમાં ખુબ નુકસાનમાં ચાલી રહી છે. તેમના પર સંયુક્ત રીતે ૧૨૦૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ છે. જેથી મર્જરની પ્રક્રિયાને ધ્યાનમાં લેનાર નોડલ ટીમે બંન્ને કંપનીઓને આગામી બે મહિનામાં ૫૦૦૦ કર્મચારીઓની છટણી કરવા માટે કહેવામાં આવ્યુ છે. કારોબારીએ કહ્યુ છે કે છટણી વહેલી તકે કરવાની જરૂર છે. કારણ કે આટલુ દેવુ હોવાના કારણે બન્ને કંપનીઓની હાલત કફોડી બનેલી છે. નવા વેન્ચરની શરૂઆત વધારે કર્મચારીઓની સાથે કરવામાં આવે તેમ બન્ને ઇચ્છશે નહી. મર્જરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને છોડીને બીજા તમામ રેગ્યુલેટર્સની મંજુરી મળી ગઇ છે. માનવામાં આવે છે કે મે મહિના સુધી વિલયની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવનાર છે. સુત્રોએકહ્યુ છે કે છટણીની પ્રક્રિયા દરમિયાન જે કર્મચારીઓના દેખાવ ખરાબ રહ્યા છે તેમની છટણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત એક જ જોબ પ્રોફાઇલ પર બન્ને કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને પણ નોકરીમાંથી હાથ ધોવાની ફરજ પડી શકે છે. એક ઇન્ડસ્ટ્રીઝ નિષ્ણાંતે માહિતી આપતા કહ્યુ છે કે ૫૦૦૦થી વધારે કર્મચારીઓની છટણી થઇ શકે છે. કારણ કે એક જ પ્રોફાઇલ પર બન્ને કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓની સંખ્યા ખુબ વધારે હોઇ શકે છે. ટેલિકોમ સેક્ટરમાં પહેલાથી જ કેટલીક કંપનીઓના બંધ થવાના કારણે બેરોજગારી વધી ગઇ છે. આવી સ્થિતીમાં વોડાફોનઅને આઇડિયાની છટણીથી વધારે દબાણ આવી શકે છે. વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા બન્નેએ હજુ સુધી પ્રશ્નોના કેટલાક જવાબો આપ્યા નથી. આઇડિયા કંપનીમાં હાલમાં ૧૧૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આવી જ રીતે વોડાફોન ઇન્ડિયામાં પણ ૧૦૦૦૦ લોકો કામ કરી રહ્યા છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝના જાણકાર લોકો કહે છે કે મર્જર બાદ કંપનીની ઓળખ ઝડપથી બદલી દેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવનાર છે. મર્જર બાદ બનનાર કંપનીની માર્કેટમાં હિસ્સેદારી ૪૨ ટકા રહેશે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. હાલમાં ભારતી એરટેલ ૩૭ ટકાની માર્કેટ હિસ્સેદારી ધરાવે છે.

Related posts

सेंसेक्स 80 अंक लुढ़का

aapnugujarat

अगले महीने से ७ से ८ प्रतिशत महंगे होंगे टीवी, घरेलु उपकरण

aapnugujarat

ऑफलाइन सेगमेंट में कदम रख सकता हैं फ्लिपकार्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1