Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

WPI ફુગાવો ઘટીને ૨.૪૭ ટકા થયો : મોંઘવારી ઘટતા મોટી રાહત

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. શાકભાજી અને કઠોળની કિંમતમાં ઘટાડો થતા આ સ્થિતી સર્જાઇ હતી. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્ય.ારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. જારી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ મહિનામાં ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો ૦.૨૯ ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૦.૮૮ ટકા હતો. એટલે કે ફુડ આર્ટિકલ્સમાં પણ ઘટાડો થયો છે. ફુગાવામાં ઘટાડો થતા સામાન્ય લોકોને રાહત થઇ છે. શાકભાજીમાં ફુગાવો ઘટીને ૨.૭૦ ટકા, કઠોળમાં ૨૦.૫૮ ટકા અને ઘઉંમા ૧.૧૯ ટકા રહ્યો છે. જો કે ફ્યુઅલ અને પાવરમાં ફુગાવો માર્ચ મહિનામાં વધીને ૪.૭૦ ટકા થયો છે. જે અગાઉના મહિનામાં ૩.૮૧ ટકા હતો. જાન્યુઆરી મહિનામાં ફુગાવોના આંકડાના સંબંધમાં સુધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, ગયા સપ્તાહમાં રીટેલ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. રીટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને પાંચ મહિનાની નીચે સપાટીએ પહોંચ્યો હતો. હવે ડબલ્યુપીઆઈ ફુગાવો પણ ઘટીને નીચે સપાટીએ પહોંચ્યો છે. આ નાણાંકીય વર્ષમાં તેની પ્રથમ નાણાંકીય નિતી સમીક્ષામાં રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા ન હતા. ફુગાવાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા હતા. હવે ડબલ્યુપીઆઈ ફુગાવા અને રીટેલ ફુગાવાના આંકડામાં ઘટાડો થયા બાદ આરબીઆઈ અને સરકારને રાહત થઈ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતા આ ફુગાવો ૨.૭૦ ટકા થઈ ગયો છે. કઠોળની કિંમતમાં પણ ઘટાડો થયો છે. સામાન્ય લોકો શાકભાજી અને કઠોળનો ઉપયોગ દરરોજ કરે છે. જેથી લોકોને મોંઘવારીની વચ્ચે રાહત મળી છે. ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડાને લઈને તમામ કારોબારીઓ અને સરકારની નજર હતી. હવે આરબીઆઈ પણ દબાણથી મુક્ત થશે.

Related posts

શેરબજારમાં ઉતાર-ચઢાવનાં સંકેત

aapnugujarat

દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

aapnugujarat

V Ramasubramanian took oath as Chief Justice of Himachal Pradesh HC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1