Aapnu Gujarat
રમતગમત

કોમનવેલ્થ ગેમ્સઃ બેડમિંટન મિક્સ્ડ ટીમે ઇતિહાસ રચ્યો

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં આજે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય બેડમિંટન મિક્સ્ડ ટીમે તમામને ચોંકાવી દીધા હતા. મલેશિયાને ૩-૧થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ટીમ ઇવેન્ટમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા પાંચમાં દિવસે જીતુ રાયે ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીતીને ભારતને મોટી સફળતા અપાવી હતી. ભારતીય ટીમ હજુ સુધી ૧૦ સુવર્ણ ચંદ્રક જીતી ચુકી છે. સીડબ્લ્યુજી ૨૦૧૮માં સોમવારે ભારતે મિકસ્ડ ટીમ બેડમિન્ટનમાં મલેશિયાની ટીમને ૩-૧થી હરાવીને તેમાં ગોલ્ડ હાંસલ કરી લીધો છે. આ ઈવેન્ટમાં ભારતે ૪૦ વર્ષ પછી ગોલ્ડ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ૧૯૭૮માં પહેલીવાર બેડમિન્ટનમાં મિકસ્ડ ટીમ ઈવેન્ટ સામેલ કરવામાં આળી હતી. આ સાથે જ મેન્સ ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે ગોલ્ડ જીતી લીધો છે, જેમાં તેણે નાઈજિરિયાને ૩-૦થી હરાવ્યું. આ સાથે જ ભારતમે મિકસ્ડ ટીમ બેડમિન્ટનમાં મલેશિયાની ટીમને ૩-૧થી હરાવીને તેમાં પણ ગોલ્ડ હાંસલ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ભારતીય વુમન્સ ટેબલ ટેનિસ ટીમે પણ સિંગાપુરને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અશ્વિની પોનપ્પા અને સાત્વિક રકીરેડ્ડીએ મલેશિયાની લિયુ યિંગ ગોહ અને પેંગ સૂન ચાનની જોડી વિરુદ્ધ પહેલો સેટ ૨૧-૧૫ના અંતરથી જીત્યો બીજા સેટમાં અશ્વિની અને સાત્વિક વચ્ચે તાલમેલના બેઠો અને ગોહ-ચાનની જોડીએ સ્કોર ૨૧-૧૪ કરીને જીતી લીધો. ત્રીજા સેટમાં એક સમયે ભારતીય જોડી ૭-૧૨થી પાછળ હતી, પરંતુ તેણે સતત આઠ પોઈન્ટ્‌સ લીધા. સ્કોર ૧૫-૧૨ કરી લીધો. પછી લીડ જાળવી રાખીને ૧૨-૧૫થી સેટ અને પહેલો મિકસ્ડ ડબલ્સ પોતાના નામે કરી લીધો. પહેલા સિંગલ્સમાં ભારતનાં અંચત શરત કમલે નાઈજીરિયાના બોડે અબિયોદુનને ૪-૧૧, ૧૧-૫, ૧૧-૫ અને ૧૧-૯થી હરાવ્યો. મેચ દરમિયાન શરતે ૨૦ સર્વિસ પોઈન્ટ્‌સ લીધા, જ્યારે અબિયોદુને ૧૫ સર્વિસ પોઈન્ટ્‌સ લીધા. બીજા સિંગલ્સમાં સાથિયાન ગણશેખને નાઈજીરિયાના સેગુન ટોરિઓલાને ૧૦-૧૨, ૧૧-૩, ૧૧-૪થી હરાવ્યો. સાથિયાને મેચ દરમિયાન ૨૨ સર્વિસ પોઈન્ટ્‌સ લીધા, જ્યારે સેગુન ૧૨ જ હાંસલ કરી શક્યા. ડબલ્સમાં હરમીત દેસાઈ અને સાથિયાન ગણશેખરનની જોડીએ નાઈજીરિયાના ઓલજુજિડે ઓમોટાયો અને બોડે અબિયોદુનની જોડીને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી હરાવી. મેચ દરમિયાન સાથિયાન અને હરમીતે ૧૬ સર્વિસ પોઈન્ટ્‌સ લીધા ત્યારે ઓલજુજિડે અને બોડેની જોડી ફક્ત નવ સર્વિસ પોઈન્ટ્‌સ જ લઈ શકી.

Related posts

યુએઇમાં રમાશે ટી-૨૦ વર્લ્ડકપ

editor

इंडिया को मात देना मुश्किल : डु प्लेसिस

aapnugujarat

ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ઑસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1