Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ઑસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ઇંગ્લેન્ડની ટુર માટે ઑસ્ટ્રેલિયાએ આજે ​​પોતાની 26 સભ્યોની ટીમની ઘોષણા કરી છે. જ્યાં આ ટીમમાં વિસ્ફોટક ખેલાડી ગ્લેન મેક્સવેલ અને ઓપનર ઉસ્માન ખ્વાજાની વાપસી થઇ છે.તમને જણાવી દઈએ કે, ડેનિયલ સૈમ્સ, રિલે મેરેડિથ અને જોશ ફિલિપ જેવા ઘણાં પ્લેયર્સ આમાં સામેલ છે.સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મર્યાદિત ઓવરની સિરિઝનું આયોજન થઈ શકે છે.

જોકે, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, “આ પ્રવાસ અંગે આખરી નિર્ણય લેવાનો બાકી છે અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને સંબંધિત સરકારી એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.” પટુર નક્કી થયા પછી જ અંતિમ ટીમની પસંદગી કરવામા આવશે.તમને જણાવી દઈએ કે, હાલમા જ ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામે એક ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પણ વાપસી થઈ છે.

નોંધપાત્ર વાત એ છે કે સંભવિત ટીમમાં નિયમિત ખેલાડીઓ ઉપરાંત, મેક્સવેલ પણ સામેલ છે.જે ગયા વર્ષે ઓક્ટોબરથી તેમના દેશ માટે કોઈ મેચ રમ્યો નથી.તેણે માનસિક આરોગ્યને કારણે આરામ લીધો હતો. કેટલાક સમયથી ખ્વાજા પણ મર્યાદિત ઓવરમાં સિલેક્ટ થઈ શક્યો નહોતો.આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષમાં તેને પ્રથમ વખત સીએના કરાર કરનારા ખેલાડીઓમાં સ્થાન મળ્યું નથી. રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હૉન્સે જણાવ્યું હતું કે આ ટીમની પસંદગી ફક્ત ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જ નહીં, પણ ટી 20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ઑસ્ટ્રેલિયન ટીમ નીચે મુજબની છે.
સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિંચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ,ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશૈન,નાથન લિયોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મેકડર્મોટ, રિલે મેરેડિથ, માઇકલ નીઝર, જોશ ફિલિપ, ડેનિયલ સિમ્સ, ડાર્સી શોર્ટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

Related posts

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સામે જસપ્રિત બુમરાહ રમશે નહીં

aapnugujarat

द. अफ्रीका के 2 विकेट गिरे, बरसात से रुका मैच

aapnugujarat

T-20 मैच में भारतीय टीम को कड़ी चुनौती देगी दक्षिण अफ्रीका टीम : क्विंटन डि कॉक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1