Aapnu Gujarat
બ્લોગ

ભારત નવી ગોલ્ડન ગર્લ : મનુ ભાકર

૧૬ વર્ષપ આ ઉંમરે જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે હરિયાણાની છોકરી મનુ ભાકરે ઈતિહાસ સર્જી દીધો છે. શૂટિંગની રમતમાં એક્સપર્ટ થઈ ગયેલી મનુએ ૮ એપ્રિલે ગોલ્ડ કોસ્ટમાં ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦ મીટરની એર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો. જોકે મનુની આ સિદ્ધિ કરતાંય મોટી સિદ્ધિ ગયા વર્ષના ડિસેમ્બરમાં હતી, જેમાં એણે મેક્સિકોમાં શૂટિંગની વર્લ્ડ કપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને સ્પર્ધામાં એણે ડેબ્યૂ કર્યું અને પહેલા જ ભડાકે ગોલ્ડ જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.૧૧મા ધોરણમાં ભણતી મનુ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ, બંનેમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવાન વયની ભારતીય શૂટર બની છે.શૂટિંગની રમતમાં આમેય ભારત ઓલિમ્પિક મેડલવિજેતા અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, જિતુ રાય, હીના સિધુ જેવા ખેલાડીઓને કારણે પાવરહાઉસ ગણાય છે. પરંતુ હવે મનુ ભાકરની એન્ટ્રીને કારણે આ રમતમાં ભારતની બોલબાલા ખૂબ વધી ગઈ છે.હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં જન્મેલી મનુને એની યૂનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં માત્ર બે જ વર્ષ પહેલાં શૂટિંગની રમત રમવા મળી હતી અને સૌનાં આશ્ચર્ય વચ્ચે એણે ગજબની, અવ્વલ દરજ્જાની નિશાનબાજી બતાવી.મનુએ ત્યારબાદ એક ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. એ સ્થળ એનાં ઘરથી ૨૨ કિ.મી. દૂર હતું. એને દરરોજ પાંચ કલાક પ્રવાસ કરીને ટ્રેનિંગ સેન્ટર ખાતે જવું પડતું હોય છે.મનુ માત્ર બે જ વર્ષમાં શૂટિંગમાં પ્રોફેશનલ બની ગઈ છે. જોકે એ બીજી ઘણી રમતોમાં પણ પાવરધી છે. એ સ્કેટિંગમાં સ્ટેટ લેવલની ચેમ્પિયન બની ચૂકી છે. એ ટેનિસ અને સ્વિમિંગનો પણ ઘણો શોખ છે અને આ રમતોની પણ એ સારી ખેલાડી છે.એણે એથ્લેટિક્સમાં પણ મેડલ જીત્યા છે, કરાટેમાં નેશનલ સ્પર્ધામાં મેડલ જીત્યો છે અને ‘તાંગ તા’ નામની મણીપુરી માર્શલ આર્ટમાં એણે ગોલ્ડ મેડલ જીત્યો છે.પહેલા સાઈના નેહવાલ હતી, ત્યારબાદ રિયો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સનો રજતચંદ્રક જીતનાર પી.વી. સિંધુ ભારતની ગોલ્ડન ગર્લ કહેવાઈ, પણ હવે મનુ ભાકર એ બિરુદ મેળવવા માટે પાત્ર બની છે.૨૦૧૮નું વર્ષ મનુ માટે ખૂબ મહત્વનું છે. સિનિયર અને જુનિયર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયા બાદ અને મેડલ જીત્યા બાદ એણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક પર સફળતાપૂર્વક નિશાન તાક્યું છે અને હવે એનો ટાર્ગેટ છે બ્યુનોસ આયર્સ ખાતેની યુથ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ.શૂટિંગની રમતમાં સંપૂર્ણ સ્તરે જોડાયા બાદ ગયા વર્ષના ડિસેમ્બરમાં ભાકરે રાષ્ટ્રીય સ્પર્ધામાં ૧૫ મેડલ જીત્યા હતા. એ ત્રણેય કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન બની હતી.વર્લ્ડ કપમાં અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા બાદ મનુ ભાકર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સેવી રહી છે.મનુનો ધ્યેય સ્પષ્ટ છેઃ ‘હું મારાં દેખાવમાં સાતત્ય જાળવી રાખવા માગું છું.’ મનુને માત્ર એક જ બાબતમાં ઝડપથી એડજસ્ટ થવાની જરૂર જણાય છે અને તે છે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રેશર. જોકે એ તેનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી છે.તેમના રામ કિશને કહ્યું હતું, “હું મરીન એન્જિનિયર છું પણ છેલ્લા કેટલાક સમયથી શિપ પર નથી ગયો.”આ વાત અંગે તેમણે કહ્યું, “મનુએ અન્ય કેટલીક રમતોમાં હાથ અજમાવ્યા બાદ ૨૦૧૬માં શૂટિંગમાં આગળ વધવા નિર્ણય કર્યો.”સ્કૂલમાં જ્યારે તેણે નિશાન લગાવ્યું તો તે એટલું ચોક્કસ હતું કે તેના શિક્ષક જોઈએ દંગ રહી ગયા.”ત્યાર પછી પ્રૅક્ટિસ બાદ વિવિધ સ્થળોએ યોજાતી ઇવેન્ટ્‌સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો.”પણ સમસ્યા એ હતી કે મનુ લાઇસન્સ પિસ્તોલ સાથે જાહેર પરિવહનમાં પ્રવાસ નહોતા કરી શકતા.વળી સગીર હોવાથી તે જાતે પણ વાહન ચલાવીને શૂટિંગની ઇવેન્ટમાં ભાગ લેવા નહોતા જઈ શકતા.તેમણે દીકરીનાં સપનાં પૂરા કરવા માટે નોકરી છોડી દીધી. તેઓ છેલ્લા લગભગ બે વર્ષથી દીકરી સાથે દરેક શૂટિંગ ઇવેન્ટમાં સાથે સાથે જઈ રહ્યા છે.રામ કિશન ભાકરે કહ્યું, “શૂટિંગ ઘણી મોંઘી ઇવેન્ટ છે. એક પિસ્તોલ બે લાખ રૂપિયાની આવે છે.”અત્યાર સુધી મનુ માટે અમે આવી ત્રણ પિસ્તોલ ખરીદી છે. વર્ષે દસ લાખ રૂપિયા અમે મનુના સ્પોટ્‌ર્સ પાછળ ખર્ચીએ છીએ.”નોકરી નથી તેમ છતાં નાણાં ભંડોળ કઈ રીતે ઊભું કરે છે? આ અંગે તેઓ કહે છે,”ક્યારેક મિત્રો તરફથી, તો ક્યારેક સગાંસંબંધી તરફથી મળે છે.”શૂટિંગ સમયે ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે મનુ ધ્યાન પણ કરે છે.મનુના માતા સુમેધા સ્કૂલમાં શિક્ષિકા છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની પણ ભૂમિકા છે.મનુને એક મોટા ભાઈ છે અને તેઓ આઈઆઈટીની તૈયારી કરી રહ્યા છે. તેઓ હરિયાણાના જઝ્‌ઝર જિલ્લાના ગોરિયા ગામના રહેવાસી છે.
ઘણા ઓછા લોકોને ખબર હશે કે જે પિસ્તોલથી મનુએ મેક્સિકો ખાતે ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા તેનું લાઇસન્સ લેવા માટે તેમણે અઢી મહિના સુધી રાહ જોવી પડી હતી.સામાન્ય રીતે આ લાઇસન્સ ખેલાડીઓને એક જ સપ્તાહમાં મળી જતું હોય છે.આ ઘટનાને યાદ કરતા રામ કિશન ભાકર કહે છે, “વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં મેં વિદેશથી પિસ્તોલ મંગાવવા લાઇસન્સ માટે અરજી કરી હતી.”પણ જઝ્‌ઝર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ અરજી રદ કરી દેવામાં આવી હતી.”ત્યાર બાદ મામલો મીડિયામાં આવ્યો અને ખબર પડી કે લાઇસન્સ લેવાના કારણમાં ’આત્મરક્ષણ’ લખવામાં આવ્યું હતું.””બાદમાં જિલ્લા વહીવટીતંત્રે તરત જ તપાસ આરંભી અને પછી સાત દિવસમાં લાઇસન્સ ઇસ્યૂ કરી દેવામાં આવ્યું.”સ્પોટ્‌ર્સની સાથે સાથે તેઓ અભ્યાસમાં પણ એટલા જ તેજસ્વી છે. હાલ તેઓ જઝ્‌ઝરની યુનિવર્સલ સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે.તેમનું સપનું ડૉક્ટર બનવાનું છે પણ તેમને લાગે છે કે અભ્યાસ અને સ્પોટ્‌ર્સ બન્ને સાથે ન થઈ શકે.જોકે, મનુના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એ માટે સ્કૂલ તરફથી મનુને ઘણી મદદ મળે છે.મનુને સ્કૂલમાં તેમના સાથી ઑલ રાઉન્ડ કહીને બોલાવે છે. એવું એટલા માટે કેમકે તેમણે બૉક્સિંગ, ઍથ્લીટિક્સ, સ્કેટિંગ, જૂડો કરાટે તમામ ખેલમાં હાથ અજમાવ્યો છે.આથી જ્યારે પહેલી વખત પિસ્તોલ ખરીદવાની તેમણે જીદ કરી ત્યારે તેમના પિતાએ સવાલ કર્યો હતો કે ઓછામાં ઓછા બે વર્ષ સુધી તો આ સ્પોટ્‌ર્સમાં રહેશે કે નહીં?જોકે, એ સમયે મનુ તરફથી કોઈ વિશ્વાસ નહોતો આપવામાં આવ્યો તેમ છતાં પિતાએ પિસ્તોલ ખરીદી હતી.આ પળોને યાદ કરતા રામ કિશન ભાવુક થઈને કહે છે, “આ વર્ષે ૨૪મી એપ્રિલે મનુને શૂટિંગનાં પ્રૅક્ટિસના બે વર્ષ પૂરા થશે.”એ પહેલા જ દીકરીએ એટલું બધી નામના મેળવી લીધી છે કે મને મારા સવાલનો જવાબ મળી ગયો છે.”મનુના ગોલ્ડ મેડલ જીતવા પર સુમેધા ભાકરનું કહેવું છે કે મનુ તો ગોલ્ડન ગર્લ છે. આ તેની મહેનત અને દેશવાસીઓની દુઆઓનું પરિણામ છે કે તે સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે. – તે તેમની જ નહીં પરંતુ આખા દેશની દીકરી છે.

Related posts

प्रणव दा : एक एक सीढ़ी चढ़ते हुए राजनीति के शिखर पर सत्तासीन हुए!

editor

MORNING TWEET

aapnugujarat

हिंदी मत लादिए लेकिन….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1