Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દલિત સાંસદોની તકલીફને દૂર કરાશે : મોદી મનાવશે

એસસી અને એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને એક રીતે ફટકો પડ્યો છે. ભાજપના દલિત સાંસદો પણ નાખુશ દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતે પાર્ટીના દલિત સાંસદોને મનાવવાના પ્રયાસમાં છે. દલિત સાંસદોની ફરિયાદોને ધ્યાનમાં લેનાર છે. તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી તેવી ભાજપના પાંચ સાંસદો તરફથી રજૂઆત કરવામાં આવ્યા બાદ ભાજપે હવે તેમની ફરિયાદો અને તકલીફો તરફ ધ્યાન આપવા દલિત સાંસદો સાથે વાતચીત કરવાનો સંકેત આપી દીધો છે. ભાજપે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે પોતાના દલિત સાંસદો સાથે વાતચીત કરશે અને તેમની તમામ બાબતોને ધ્યાનમાં લેશે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોત પત્રકાર પરિષદમાં કહી ચુક્યા છે કે, દલિત સાંસદોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે. આ દલિત સાંસદો દલિત વિરોધ બદલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે પરંતુ આ દલિત સાંસદોની રજૂઆત સાંભળવામાં આવશે. પ્રસાદે કહ્યું હતું કે, અમે અમારા દલિત સાંસદો સાથે વાત કરીશું. જો તેમને કોઇ તકલીફ છે તો તેમને દૂર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ ંકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર તમામ સમસ્યાઓને દૂર કરશે. પાંચ દલિત સાંસદોએ દલિતો સામે અત્યાચારના મુદ્દે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી તેવો આક્ષેપ કર્યા બાદ ભાજપ તરફથી આ ખાતરી આપવામાં આવી છે. બંધારણમાં પણ જો કોઇ તકલીફ હશે તો દૂર કરવામાં આવશે. તેમના અધિકારોથી દલિતોને વંચિત રાખવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટમાં હાલમાં આવેલા ચુકાદા સામેના વિરોધમાં દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાકલ કરી હતી અને મોટાપાયે હિંસા બંધ દરમિયાન થઇ હતી. બાડમેર, ઝાલોર, જયપુર, ગ્વાલિયર, મેરઠ, કરોલી અને અન્ય વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. પ્રસાદ અને ગેહલોતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને માયાવતી ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, આ બંને નેતાઓ દલિત વિરોધી બાબતો રજૂ કરીને દલિત સમુદાયમાં ઘૃણાની ભાવના જગાવી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Related posts

કોંગ્રેસનું વિસર્જન, ગાંધીજીની ઇચ્છા પૂર્ણ થશે : યોગી આદિત્યનાથ

aapnugujarat

अभद्र पर्चा विवाद : महिला आयोग पहुंची आतिशी मार्लेना

aapnugujarat

જાતીય શોષણ કેસમાં ત્રણ જજની પેનલે સીજેઆઈ ગોગોઈ વિરૂદ્ધની ફરિયાદને ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1