Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવસેના સાથે સમાધાન કરવા ભાજપની પ્રાથમિક તૈયારીઓ : રાજ્યસભા ડેપ્યુટી ચેરમેન પોસ્ટની ઓફર કરાઈ

ભાજપે સામાન્યરીતે નારાજ રહેલા એનડીએના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સંદેશો મોકલીને તેમના કોઇ પ્રતિનિધિને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન બનાવવાની ઓફર કરી છે. ભાજપે શિવસેના સાથે સમાધાન કરવા માટેનો સંકેત આપી દીધો છે. સંસદમાં ઉપલાગૃહ રાજ્યસભામાં નાયબ અધ્યક્ષનો હોદ્દો ખાલી થવા જઇ રહ્યો છે. કારણ કે પીજે કુરિયનની અવધિ પૂર્ણ થવા જઇ રહી છે. ભાજપ આ હોદ્દાને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીને આપવા માટે ઇચ્છુક નથી. ઠાકરેને આ ઓફર એવા સમય પર મોકલવામાં આવી છે જ્યારે એવી અફવા છે કે, આ પોસ્ટને પણ પોતાની પાસે રાખવા ઇચ્છુક છે. સંભવિત દાવેદારોના રુપમાં ભુપેન્દ્ર યાદવના નામ ઉપર ચર્ચા ચાલી રહી છે. હવે જાણવા મળ્યું છે કે, શિવસેનાને ભાજપ તરફથી ઓફર કરવામાં આવી છે. જો કે, શિવસેનાએ હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. કારણ કે, આ આમંત્રણ એવા સમય ઉપર આપવામાં આવ્યું છેજ્યારે દેશની રાજકીય સ્થિતિ સંવેદનશીલ થઇ ગઇ છે અને ખુબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવાની જરૂર રહેશે. જો શિવસેના આ ઓફરને સ્વીકારી લેશે તો ભાજપ સાથે તે મતભેદને દૂર કરવા માટે તૈયાર છે તેમ તમામને લાગશે. શિવસેના આક્રમક વલણ હાલમાં અપનાવી રહી છે. કારણ કે, ભાજપ તેના રાજકીય ક્ષેત્રમાં જોરદારરીતે ઘુસણખોરી કરીને તેની સ્થિતિ નબળી કરી રહી છે. શિવસેનાને એવી દહેશત છે કે, આગામી ચૂંટણી માટે થનાર ગઠબંધનમાં ભાજપની નજર વધારે સીટો ઉપર રહેશે. આવી સ્થિતિમાં જો સમાધાનનો મામલો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના પોસ્ટથી આગળ નિકળી જશે તો તેને ગઠબંધન ઉપર પણ નિર્ણય કરવાની ફરજ પડી શકે છે. ભાજપના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાં શિવસેનાના પ્રતિનિધિઓ હાલમાં રહેલા છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડવાને લઇને નિર્ણય લેવા ઉતાવળમાં નથી. જો ઠાકરે ભાજપની ઓફરને સ્વીકારી લેશે તો રાજ્યસભાના નાયબ અધ્યક્ષ પદ માટે નોમિનેશન સાથે જોડાયેલા મામલા પણ ખુબ જટિલ બની જશે. પાર્ટીના સૌથી સિનિયર લીડર સંજય રાવત રાજ્યસભાને ત્રીજી અવધિમાં છે. આવી જ રીતે વેણુગોપાલ ધુત પણ ત્રીજી અવધિમાં સભ્ય તરીકે છે. ત્રીજા મેમ્બર અનિલ દેસાઈ છે. સરકાર સાથે ટીડીપીએ છેડો ફાડી લીધા બાદ શિવસેના અને અકાળી દળ રાજ્યસભામાં એનડીએના બીજા સૌથી મોટા પક્ષો છે. અન્નાદ્રમુક સાથે હાથ મિલાવવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે.

Related posts

मोदी सरकार ने देश के अन्नदाता के साथ किया विश्वासघात : राहुल

editor

સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

કુપવાડામાં ૪ આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1