Aapnu Gujarat
રાષ્ટ્રીય

દલિતના પ્રશ્ને સુપ્રીમના ચુકાદાથી ભાજપ નિરાશ

એસસી અને એસટી એક્ટ સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સ્ટે ન મળવાથી ભાજપને ફરી એકવાર પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. અલબત્ત પાર્ટી તરફથી વિપક્ષને જોરદાર જવાબ આપવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે રીતે વિરોધ પક્ષો દ્વારા આ મામલાને લઇને જોરદારરીતે અભિયાન છેડી દીધું છે. આનાથી ભાજપની અંદર ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને એવા સાંસદોની ચિંતા વધી ગઇ છે જે આ સમુદાય સાથે જોડાયેલા છે. આજકારણસર લોકસભામાં ગૃહમંત્રીના નિવેદન બાદ પાર્ટી પ્રમુખ અમિત શાહે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિપક્ષના તર્કને ભાજપ દ્વારા ફગાવવામાં આવી રહ્યા છે. લોકોની વચ્ચે એવા સંદેશા પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે કે, મોદી સરકાર સતત દલિતોના હિતમાં કામ કરી રહી છે. પાર્ટી એવી યોજના પણ બનાવી રહી છે કે, સંસદ સત્ર પૂર્ણ થયા બાદ તરત જ લોકો સમક્ષ આ મુદ્દો લઇ જવામાં આવશે તો સરકારે દલિતો માટે કેટલા કામ કર્યા છે. આ મામલે ગંભીરતાપૂર્વક સરકાર આગળ વધી રહી છે. દલિત વોટ હાથમાંથી ન છટકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં ભાજપને દલિતોનું અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે જેથી ભાજપને હાલ ચિંતા સતાવી રહી છે.

Related posts

ભાજપનું સૂત્ર દિકરીઓને રડાવો, હેરાન કરો, ઘરે બેસાડો : સુરજેવાલા

aapnugujarat

છત્તીસગઢમાં ૮ નક્સલી ઠાર

aapnugujarat

ઝપાઝપી બાદ સુનંદાની હત્યા થઈ : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1