Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢમાં ૮ નક્સલી ઠાર

છત્તીસગઢના નક્સલવાદીગ્રસ્ત વિસ્તાર સુકમામાં આજે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. આ અથડામણમાં આઠ નક્સલવાદી માર્યા ગયા હતા. જો કે, ડીઆરજીના બે જવાન પણ શહીદ થયા હતા. સુકમાના એસપી અભિષેક મીણાએ માહિતી આપતા કહ્યું હતું કે, એન્કાઉન્ટર સવારે સકલાર ગામમાં થયા બાદ નક્સલીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ અથડામણ વેળા એસટીએફ અને ડીઆરજીની ટીમોએ બાજી સંભાળી લીધી હતી. ભીષણ અથડામણમાં સાતથી આઠ નક્સલીઓ માર્યા ગયા હતા. સુકમા જિલ્લાના સકલાર ગામમા આ અથડામણ થઇ હતી. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. રાજ્યમાં નક્સલવાદ વિરોધી ઓપરેશનના વિશેષ પોલીસ મહાનિદેશક ડીએમ અવસ્થીએ કહ્યું હતું કે, સુકમા જિલ્લાના ઇસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ તેલંગાણા સરહદ નજીક આ અથડામણ થઇ હતી. અવસ્થીએ કહ્યું હતું કે છત્તીસગઢ અને તેલંગાણામાં સરહદની નજીક નક્સલી ગતિવિધિ અંગે માહિતી મળ્યા બાદ રવિવારના દિવસે સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીના સંયુક્ત દળ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનને પ્રહાર-૪ ઓપરેશન નામ અપાયું હતું. અવસ્થીએ કહ્યું હતું કે, વધારાના સુરક્ષા જવાનોને ઘટનાસ્થળ માટે રવાના કરવામાં આવ્યા હતા. નક્સલીઓ સામે હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. આ સંબંધમાં વધારે માહિતીની રાહ જોવામાં આવી રહી છે. છત્તીસગઢના નક્સલી પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસે અથડામણમાં નક્સલીઓને ઠાર કર્યા હતા. નક્સલીઓ છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જોરદારરીતે સક્રિય થયેલા છે.

Related posts

પીએનબી ફ્રોડ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

aapnugujarat

લોરેન્સ બિશ્નોઈ નવો દાઉદ, ગેંગમાં ૭૦૦થી વધારે શૂટર

aapnugujarat

PM attends informal BRICS leaders meeting in Hamburg

aapnugujarat

Leave a Comment

UA-96247877-1